For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્ર દેવ સિંહને યુપી ભાજપના અધ્યક્ષ બનાવવા પાછળની રણનીતિ

ભાજપના નેતૃત્વએ મહેન્દ્ર નાથ પાંડેના બદલે સ્વતંત્ર સિંહને યુપી ભાજપની કમાન સોંપી છે. તેની પાછળ મોટી રણનીતિ કામ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના નેતૃત્વએ મહેન્દ્ર નાથ પાંડેના બદલે સ્વતંત્ર સિંહને યુપી ભાજપની કમાન સોંપી છે. તેની પાછળ મોટી રણનીતિ કામ કરી રહી છે. પક્ષની નજર 2022ની વિધાનસભા ચૂંટણી પર તો છે, સાથે જ ભાજપને આવનારી 12 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની પણ ચિંતા છે. ત્યારે ચાલો સમજીએ કે યોગી આદિત્યનાથના નજીકના ગણાતા પરિવહન, પ્રોટોકોલ અને ઉર્જા વિભાગના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) સ્વતંત્ર દેવને નવી જવાબદારી મળવામાં કયા ફેક્ટરે કામ કર્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસ કેમ નથી શોધી શકતી રાહુલ ગાંધીનો વિકલ્પ? જાણો ઈનસાઈડ સ્ટોરી

પછાતનું ફેક્ટર

પછાતનું ફેક્ટર

પાર્ટીએ સ્વતંત્ર દેવ સિંહને યુપી ભાજપના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યાના બીજા દવસે કરી છે. કલરાજ મિશ્ર અને મહેન્દ્રનાથ પાંડે યુપીના મોટા બ્રાહ્મણ ચહેરા છે. જ્યારે પ્રદેશના સીએમની જવાબદારી ઠાકુર નેતા પાસે છે. ત્યારે પાર્ટીને એક પછાત ચહેરાની જરૂર હતી, જે સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરી શકે . સ્વતંત્ર દેવ સિંહ પછાત ગણાતી કુર્મી જાતિના છે. આ જ રીતે પાર્ટીએ અપના દળના અનુપ્રિયા પટેલને મનાવવાની પણ કોશિશ કરી છે, જેમને આ વખતે મોદી સરકારમાં મંત્રી નથી બનાવાયા. અનુપ્રિયા એપિસોડ બાદ યુપીમાં ભાજપ પર પછાતોના વોટને અવગણવાનો આરોપ લાગ્યો હતો. હવે એક કુર્મીને પક્ષના સૌથી મોટા સંગઠનની જવાબદારી સોંપી પાર્ટીએ ટીકાકારોની બોલતી બંધ કરી છે. એક મુદ્દો એ પણ છે કે તેમનો જન્મ મિર્ઝાપુરમાં થયો છે, જ્યાંથી અનુપ્રિયા સાંસદ છે. 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ યુપીમાં પછાત વર્ગના કેશવ પ્રસાદ મોર્ય જ પ્રદેશ અધ્યક્ષ હતા. પાર્ટીએ એક રીતે આ સમીકરણ ફરી દોહરાવવાની કોશિસ કરી છે. કારણ કે તે સમયે યોગી આદિત્યનાથ સ્ટાર પ્રચારક હતા. મોર્ય હાલ પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન તરીકે ભાજપનો મોટો ચહેરો છે.

મોદી-યોગી-શાહના નજીકના

મોદી-યોગી-શાહના નજીકના

સ્વતંત્ર દેવ વિશે એક વાત જાણીતી છે કે તે પીએમ મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથના નજીકના ગણાય છે. યુપી પ્રમાણે ભાજપના ત્રણેય નેતાઓના નજીકના બનવા પાછળ તેમનું પર્ફોમન્સ જવાબદાર છે, જેણે હંમેશા સંગઠનને મજબૂત અને વરિષ્ઠ નેતાઓને ખુશ કર્યા છે. 2014માં આખા યુપીમાં પીએમ મોદીની રેલીનું આયોજન કરી તે પીએમ મોદીની નજીક આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહ યુપીમાં રહીને લોકસભામાં પક્ષને જીતાડવા માટે રણનીતિ ઘડી રહ્યા હતા. તો સિંહના કામને પણ તેમણે નજીકથી જોયું છે. બાદમા અઢી વર્ષ સુધી મંત્રી રહીને તે યોગી આદિત્યનાથના પણ નજીકના બની ચૂક્યા છે. સીએમ તો તેમના કામથી એટલા ખુશ છે કે જ્યારે કેબિનેટ વિસ્તરણની અફવા હતી તો સ્વતંત્ર દેવ સિંહનું પ્રમોશન નક્કી ગણાતું હતું.

સંઘ અને સંગઠનમાં કામ કરવાનો અનુભવ

સંઘ અને સંગઠનમાં કામ કરવાનો અનુભવ

સ્વતંત્ર દેવ સિંહને ભાજપે મોટી જવાબાદરી સોંપી છે. તેની પાછળ સૌથી મોટું કારણ છે કે તેઓ RSSનું બેકગ્રાઉન્ડ ધરાવે છે અને સંગઠનનું કામ સારી રીતે સંભાળે છે. શરૂઆતના દિવસોમાં તે યુપીમાં વિદ્યાર્થી પરિષદના સભ્ય પણ રહ્યા છે. અને 2001માં યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સંગઠનમાં કામ કરવાનો તેમનો અનુભવ પાર્ટી માટે ફાયદાકારક છે, કારણ કે યુપી જેવા મોટા રાજ્યના મંત્રી બનવા છતાંય તે સંગઠનથી દૂર નથી થયા. જ્યાં તેમની જરૂ પડી ત્યાં તેમની સ્કિલનો ખૂબ લાભ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી દરમિયાન તેમની પાસે મંત્રી પદની સાથે સાથે મધ્યપ્રદેશમાં પાર્ટીની જવાબદારી પણ હતી. ત્યાં કોંગ્રેસની સરકાર હોવા છતાંય ભાજપે 29માંથી 28 બેઠકો જીતી લીધી. ત્યારથી જ તેમનું પ્રમોશન નક્કી હતું. પરંતુ પાર્ટી તેમને કેબિનેટ મંત્રી ન બનાવી સીધા જ દેશના સૌથી મોટા રાજ્યમાં દુનિયાની સૌથી મોટી પાર્ટીની જવાબદારી સોંપી છે.

બુંદેલ ખંડનું બેકગ્રાઉન્ટ

બુંદેલ ખંડનું બેકગ્રાઉન્ટ

સ્વતંત્ર દેવ સિંહની એક ખાસિયત છે કે તે મૂળ યુપીના મિર્ઝાપુરના છે. પરંતુ તેમની કર્મભૂમિ બુંદેલખંડ રહી છે. એટલે 2017માં પક્ષે તેમને બુંદેલખંડની જવાબદારી સોંપી હતી. આ જ રીતે ભાજપે એક તીરથી બે નિશાન સાધ્યા હતા. એક તો તે પછાત તો છે, ઉપરથી તે યુપીના અતિ પછાત વિસ્તારમાંથી આવે છે. બુંદેલ ખંડમાં કામ કરવાના કારણે સ્વતંત્ર દેવ સિંહ ગરીબોની સમસ્યાઓ જાણે છે, પક્ષને લાગે છે કે આવા ચહેરાનો જો ભાજપનો ચહેરો બનાવવામાં આવે તો પછાત મતદારો પણ સાથે રહેશે અને ગરીબો પણ જોડાયેલા રહેશે. કારણ કે રાજ્યમાં આ બંને પ્રકારના મતદારોની મોટી સંખ્યા છે. તો સમાજવાદી પાર્ટી અને બસપા બંને પછાત અને ગરીબોનું રાજકારણ રમે છે. ત્યારે ભાજપ બંનેને કોઈ તક આપવા નથી માગતું.

English summary
The strategy behind making Swatantra Dev Singh the chair person of UP BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X