સચિન પાયલટના આ મજબૂત તર્કોથી તેમના પક્ષમાં પલટી શકે છે બાજી
સચિન પાયલટ મુખ્યમંત્રીની રેસમાં અમુક હદ સુધી આગળ પણ છે તેના અમુક મહત્વના કારણો આપ્યા છે.
મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ અંગે કોંગ્રેસની અંદર ઘમાસાણ સતત ચાલુ છે. પાર્ટીની અંદર સચિન પાયલટ અને અશોક ગેહલોત અંગે સતત મંથમ ચાલુ છે કે રાજ્યના ભાવિ મુખ્યમંત્રી કોણ હશે. જો કે રાજસ્થાન કોંગ્રેસના વેણુગોપાલે સ્પષ્ટ કરી દીધુ છે કે હવે આ મુદ્દે કોઈ બેઠક નહિ થાય અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુખ્યમંત્રીના નામનું આજે એલાન કરી દેશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે રાજ્યના ભાવિ મુખ્યમંત્રી કોણ હશે. વળી, રાજસ્થાનના રસ્તાઓ પર સચિન પાયલટના સમર્થકો સતત તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. સચિન પાયલટ આ રેસમાં અમુક હદ સુધી આગળ પણ છે તેના અમુક મહત્વના કારણો પણ છે.












Click it and Unblock the Notifications
