For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં સત્તા માટે થઇ રહી છે ગંદી રાજરમત: શિવસેના

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ જેડીએસ અને બીજેપી પોતાનું આખું જોર લગાવી રહ્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે સરકાર બનાવવા માટે રમત રમાઈ રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ જેડીએસ અને બીજેપી પોતાનું આખું જોર લગાવી રહ્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે સરકાર બનાવવા માટે રમત રમાઈ રહી છે. કર્ણાટક બીજેપી વિધાયક દળના નેતા બીએસ યેદુરપ્પા ઘ્વારા આજે સવારે રાજ્યના સીએમ પદની શપથ લેવામાં આવી છે. તેઓ ત્રીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે.

shiv sena

આપણે જણાવી દઈએ કે કર્ણાટક ના રાજ્યપાલ વજુભાઇ વાળા ઘ્વારા બુધવારે સાંજે બીએસ યેદુરપ્પાને નવી સરકાર બનાવવા માટે અને ગુરુવારે મુખ્યમંત્રી પદ માટે શપથ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. યેદુરપ્પાએ 15 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે.

આ દરમિયાન શિવસેનાએ બીજેપી પર હુમલો કર્યો છે. શિવસેના સંસદ સંજય રાઉત ઘ્વારા બીજેપી પર કર્ણાટકમાં ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે બીજેપી સત્તા માટે ડર્ટી પોલિટિક્સ કરી રહી છે. તેમને કહ્યું કે બીજેપી પાસે માત્ર 104 સીટો છે. જયારે કોંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત છે. તેમ છતાં બીજેપી રાજ્યમાં ગંદી રાજનીતિ કરી રહી છે.

તેમને જણાવ્યું કે કર્ણાટકમાં વિધાયકો પર દબાવ બનાવી ઈડી, આઇટી અને બીજી એજેન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સત્તાનો દુરુપયોગ છે.

તેમને આગળ જણાવ્યું કે જેડીએસ વિધાયકોને ખરીદવા માટે જે 100 કરોડ રૂપિયાનો આરોપ લાગ્યો છે તેને કારણે લોકતંત્ર ની છબી ખરાબ થયી છે. આપણે જણાવી દઈએ કે જેડીએસ નેતા કુમારસ્વામી ઘ્વારા બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ તેમના વિધાયકોને ખરીદી રહ્યા છે.

English summary
The way power is being misused to put pressure on MLAs all this has become a face of our democracy globally: Sanjay Raut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X