For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખો દેશ ગરમીથી પરેશાન, અત્યારસુધીમાં 30 લોકોની મૌત

હાલમાં આખો દેશ ગરમીથી ત્રસ્ત છે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારે તરફ ગરમી ખુબ જ વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં આખો દેશ ગરમીથી ત્રસ્ત છે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારે તરફ ગરમી ખુબ જ વધી ગઈ છે. દેશનો લગભગ અડધો હિસ્સો પ્રચંડ લૂ થી પરેશાન છે. હવામાન વિભાગ અનુસાર દેશના મોટાભાગના હિસ્સામાં હિટ વેવ ચાલી રહી છે, જેમાં અત્યારસુધીમાં 30 લોકોની મૌત થઇ ચુકી છે. આવનારા કેટલાક દિવસોમાં તેનાથી રાહત મળે તેવા કોઈ જ સંકેત નથી દેખાઈ રહ્યા.

ગરમીથી અત્યારસુધીમાં 30 લોકોની મૌત

ગરમીથી અત્યારસુધીમાં 30 લોકોની મૌત

રાજધાની દિલ્હીની ગરમીમાં મામૂલી સુધાર જોતા હવામાન વિભાગે 2 દિવસથી જાહેર રેડ એલર્ટને બદલે હવે 2 જૂન સુધી ઓરેન્જ વૉર્નિંગની ચેતવણી આપી છે. જયારે પશ્ચિમી રાજસ્થાનના ચુરૂમાં પારો 50.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જયારે જેસલમેરમાં ભારત અને પાકિસ્તાન સીમા પાસે પારો 50 ડિગ્રી સુધી પહોંચી ચુક્યો છે.

અહીં તોફાન આવી શકે છે

અહીં તોફાન આવી શકે છે

આ દરમિયાન હવામાન વિભાગે યુપીમાં આંધી-તોફાન એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર આવનારા ત્રણ કલાકમાં લખનવ, હરદોઈ, સીતાપુર, બારાબંકી અને તેના આસપાસના વિસ્તારોમાં આંધી-તોફાન આવી શકે છે.

વરસાદની સંભાવના નથી

વરસાદની સંભાવના નથી

IMD અનુસાર આવનારા બે-ત્રણ દિવસ સુધી પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ઘણા ભાગોમાં હિટ વેવ ચાલશે. હિમાચલ અને જમ્મુ જેવા પહાડી રાજ્યો પણ તેમાં બાકી નહીં રહે. આવનારા એક અઠવાડિયા સુધી વરસાદની કોઈ જ શક્યતા નથી જોવા મળી રહી.

અહીં વરસાદ પડશે અને તેઝ હવાઓ ચાલશે

અહીં વરસાદ પડશે અને તેઝ હવાઓ ચાલશે

પરંતુ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં આજે વરસાદ થઇ શકે છે. કર્ણાટકના દક્ષિણ આંતરિક ભાગોમાં અને તામિલનાડુ અને પોન્ડિચેરીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે. અહીં હવાઓની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

English summary
The whole country is sweated by heat, 30 people have died since then
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X