For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indian Economy: વિશ્વ બેંકે ફરીથી ઘટાડ્યો ભારતીય GDPનુ અનુમાન, 6.5% વિકાસ દરનુ અનુમાન

વર્લ્ડ બેંકે ભારતીય અર્થવ્યવસ્થાને લઇ તેના અંદાજમાં ફરીથી વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે વિકાસ દર ઘટાડીને 6.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે ત્રીજી વખત તેના વિકાસ દરનું અનુમાન ઘટાડીને

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ બેંકે ભારતીય અર્થવ્યવસ્થાને લઇ તેના અંદાજમાં ફરીથી વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે વિકાસ દર ઘટાડીને 6.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે ત્રીજી વખત તેના વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.5 ટકા કર્યું છે. ઉલ્લેખનિય છેકે આ પહેલા જૂન 2022માં વર્લ્ડ બેંકે ભારતનો જીડીપી 7.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા તેને ઘટાડીને 6.5 ટકા કરી દેવામાં આવ્યો છે.

Indian Economy

વર્લ્ડ બેંકે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથેની બેઠક પહેલા દક્ષિણ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો શેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતનો વિકાસ દર ઘટાડવાની વાત પણ કહેવામાં આવી છે. ભારત વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઝડપથી રિકવરી કરી રહ્યું છે. કોરોના મહામારીના કારણે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. જેમ જેમ કોરોનાની ગતિ બંધ થવા લાગી છે તેમ તેમ અર્થવ્યવસ્થા ધીમે ધીમે ગતિ પકડી રહી છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતે દક્ષિણ એશિયાના અન્ય દેશોની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે. કોરોનાની અસર બાદ પણ ભારત પર વધુ વિદેશી દેવું નથી.

વૈશ્વિક મંદીના કારણે અર્થવ્યવસ્થા મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. રિપોર્ટમાં આ મંદીનું કારણ જણાવતા કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ આવક ધરાવતા દેશોની અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ગતિ ધીમી પડી રહી છે. આ સિવાય ચુસ્ત નાણાકીય નીતિના કારણે દેવું મોંઘું થઈ રહ્યું છે. વિશ્વ ઉપરાંત આરબીઆઈએ પણ તેની નાણાકીય સમીક્ષા બેઠકમાં ભારતનો વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

English summary
The World Bank has cut India's GDP forecast to 6.5 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X