કુલ સંપત્તિ 500 રૂપિયા તેમછતાં લડી રહ્યાં છે લોકસભાની ચૂંટણી!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 10 એપ્રિલ: સંપત્તિ અને ખ્યાતિની મુઠ્ઠીમાં સમાયેલ રાજકારણમાં હજુપણ ઇમાનદારી અને સારી નિયતના લોકો માટે જગ્યા બચી છે. એડીઆર રિપોર્ટ જાહેર થતાં કેટલાક એવા ઉદાહરણ સામે આવ્યા છે. અત્યાર સુધી તમે ભલે કરોડપતિ-અરબપતિ નેતાઓને આ ચૂંટણી જંગમાં જોતા અને સાંભળતા આવ્યા છો, પરંતુ કેટલાક એવા ઉમેદવાર છે, જેમની કુલ સંપત્તિ 500 અથવા હજાર રૂપિયા છે.

લોકતંત્રના આ ઉત્સવમાં આ હજારપતિઓની હિંમત તેમણે કરોડપતિઓ-અરબપતિઓ ઉમેદવારોને સામે ખેંચી લાવી છે. આ રિપોર્ટ અનુસાર 3 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સાથે આપેલા વિવરણમાં પોતાની સંપત્તિ એક હજારથી ઓછી બતાવી છે. આ ઉમેદવારોમાં મણ્ડયાથી ભારતીય ડૉ.બી.આર.આંબેડકર જનતા પાર્ટીના ટિકીટ પર ચૂંટણીમાં ઉતર્યા કે.મહાદેવપ્પાની પાસે ફક્ત 500 રૂપિયાની સંપત્તિ છે. બેંગ્લુરૂ મધ્યથી અપક્ષ ઉમેદવાર ડી. એમ્બ્રોસની પાસે ફક્ત 575 રૂપિયાની સંપત્તિ છે. કોલારના અપક્ષ ઉમેદવાર એમ એસ નારાયણસ્વામી પાસે ફક્ત એક હજાર સંપત્તિ છે.

10-assetf

જો કે આ કમરતોડ મોંઘવારીમાં અમીરો માટે પણ ચૂંટણી ખર્ચ ઉઠાવવો સરળ રહ્યો નથી. ચૂંટણી પંચ પણ રાજ્ય માટે લોકસભા ચૂંટણી ખર્ચની સીમા વધારીને 70 લાખ રૂપિયા કરી ચૂક્યા છે. જો કે એવા પણ લોકો છે, જેમની પાસે ના તો ધન છે અને ના તો બળ, પરંતુ સંવિધાનથી મળેલા અધિકારોના જોરે તે ચૂંટણીની રણભૂમિમાં કૂદી પડ્યા છે.

આ રિપોર્ટ અનુસાર આ વખતે રાજ્યમાંથી ચૂંટણીમાં ઉતરેલા 4 ઉમેદવારો પાસે ધન-સંપત્તિના નામે કંઇપણ નથી. તેમાંથી એક ઉમેદવાર તો મુખ્ય રાષ્ટ્રીય દળનો પણ છે. એડીઆર રિપોર્ટ અનુસાર આ નેતાઓનું વિવરણ કંઇક આ પ્રકારે છે.

મિર્જા શફી બેગ- બીદર લોકસભા વિસ્તારથી અપક્ષ ઉમેદવાર-0
રામદુ-બેલ્લારીથી બસપા ઉમેદવાર-0
બીએચ હુલટ્ટી- હાવેરીથી સર્વજનતા પાર્ટીના ઉમેદવાર- કોઇ સંપત્તિ તથા પાન નંબર નહી
મંજૂનાથ-ઉડુપી- ચિકમગલૂરથી અપક્ષ ઉમેદવાર- કોઇ સંપત્તિ તથા પાન નંબર નહી

English summary
There are some candidates of Lok Sabha Election who has no wealth but have firm faith to win this Election-war.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X