For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી

સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને પાલઘર મોબ લિંચિંગ બાબતે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

પાલઘર મોબ લિંચિંગ બાબતે રાજકારણ ગરમાતુ જોવા મળતા હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક્શનમાં આવી ગયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં બે પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વળી, એડીજી સીઆઈડીને કેસની તપાસ સોંપવામાં આવી છે જે ટૂંક સમયમાં કેસનો વિસ્તૃત રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને આપશે. વળી, સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને આ બાબતે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.

Uddhav thackeray

પાલઘર મોબ લિંચિંગની ઘટના બાદ જારી એક વીડિયો સંદેશમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે તેમણે આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા ત્યાં હાજર બે પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસની તપાસ માટે એડીજી સીઆઈડી ક્રાઈમ અતુલચંદ્ર કુલકર્ણીને જવાબાદારી સોંપવામાં આવી છે. વળી, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે જેમાં પાંચ મુખ્ય આરોપી પણ શામેલ છે. વળી, સીએમ ઉદ્ધવે સ્પષ્ટ કર્યુ કે આ ઘટના ધર્મ સાથે જોડાયેલી નથી. માટે અફવા ફેલાવનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

શું છે સમગ્ર કેસ

વાસ્તવમાં મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજીને મારી મારીને હત્યા કરી દીધી. મૃતકોની ઓળખ 35 વર્ષીય સુશીલગીરી મહારાજ, 70 વર્ષીય ચિંકણે મહારાજ કલ્પવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડે તરીકે થઈ છે. નિલેશ સાધુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણે લોકો મુંબઈથી સુરત કોઈની અંત્યેષ્ટિમાં શામેલ થવા જઈ રહ્યા હતા.પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુના ટોળુ આમના પર તૂટી પડ્યુ. ગ્રામીઓએ પોલિસની ગાડી પર પણ હુમલો કર્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી બાળકચોર ટોળકીની અફવા ફેલાઈ હતી. લોકોએ તેમને આ ટોળકીના સમજી લીધા અને હુમલો કરવાનુ શરૂ કરી દીધુ અને મારી મારીને હત્યા કરી દીધી.

આ પણ વાંચોઃ પાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યોઆ પણ વાંચોઃ પાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો

English summary
There is nothing communal in Palghar mob lynching case-Uddhav Thackeray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X