BJP માં અધ્યક્ષ પદની ચૂંટણી નહીં થાય, 2024 સુધી જેપી નડ્ડા જ અધ્યક્ષ રહેશે!

કોંગ્રેસ પ્રમુખ પદ માટે આવતા મહિને ચૂંટણી યોજાવાની છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં થાય.

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : કોંગ્રેસ પ્રમુખ પદ માટે આવતા મહિને ચૂંટણી યોજાવાની છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં થાય. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આગામી લોકસભા ચૂંટણી સુધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. સૂત્રોનું માનીએ તો જેપી નડ્ડા 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ રહેશે. પાર્ટીના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, પાર્ટી દ્વારા આ નિર્ણય ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

jp nadda

જેપી નડ્ડાનો કાર્યકાળ 3 વર્ષનો હતો અને તેમનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2023ના રોજ પૂરો થવાનો હતો. જુલાઇ 2018 ના રોજ નડ્ડાને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે 20 જાન્યુઆરી 2020 ના રોજ પૂર્ણ-સમય પ્રમુખ તરીકેનો કાર્યકાળ સંભાળ્યો. ભાજપના બંધારણ મુજબ પાર્ટીના અધ્યક્ષ સતત બે ટર્મ સુધી ચાલુ રહી શકે છે. પાર્ટી અધ્યક્ષનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. એવી પણ જોગવાઈ છે કે સંગઠનની ચૂંટણી પછી 50 ટકા રાજ્ય એકમો પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

જણાવી દઈએ કે, આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે કર્ણાટક, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણામાં આવતા વર્ષે 2023માં ચૂંટણી યોજાવાની છે. ભાજપના નેતાઓના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નડ્ડા પર વિશ્વાસ છે. આ પહેલા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. તેમનો કાર્યકાળ 2019ની લોકસભા ચૂંટણી સુધી લંબાવવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X