For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની નવી કેબિનેટમાં આ મંત્રીઓનું કદ વધી શકે, મળી શકે મોટી જવાબદારી

મોદીની નવી કેબિનેટમાં આ મંત્રીઓનું કદ વધી શકે, મળી શકે મોટી જવાબદારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે એનડીએ સરકારે સત્તામાં વાપસી કરી છે. નરેન્દ્ર મોદીની તાજપોશીની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. 30 મેના રોજ નરેન્દ્ર મોદી દેશના પીએમ તરીકે બીજીવાર શપથ ગ્રહણ કરશે. જ્યારે તેને લઈ અટકળો તેજ થઈ ગઈ છે કે કયો નવો ચેહરો કેબિનેટમાં સામેલ થશે અથવા કોનું પત્તું કપાશે. જો કે, આ લિસ્ટમાં પાંચ એવાં નામ પણ છે જેને સારા કામનું ઈનામ આપવામાં આવી શકે છે.

પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલ

મોદી સરકારની નવી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું કદ વધી શકે છે. નાણામંત્રી અરુણ જેટલીની ઉપસ્થિતિમાં બજેટ રજૂ કરનાર પીયૂષ ગોયલને આ કાર્યકાળમાં મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન પીયૂષ ગોયલને કોલસા-પાવર એન્ડ ન્યૂ રિન્યૂએબલ એનર્જીના રાજ્યમંત્રીની જવાબદારી મળી હતી. જે બાદ રેલવેમંત્રીની જવાબદરી પણ પીયૂષ ગોયલના ખભા પર મૂકવામાં આવી. તેઓ અમિત શાહ અને પીએમ મોદીના વિશ્વાસુ વ્યક્તિ છે.

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાન

વર્ષ 2014માં બનેલ મોદી સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ મંત્રાલયના રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યાં. સરકારના દાવા મુજબ આ યોજના અંતર્ગત 7 કરોડ લોકોને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યાં. મોદી સરકારની વાપસીમાં આ યોજનાની મોટી ભૂમિકા માનવામાં આવી રહી છે. જ્યારે ઓરિસ્સામાં ભાજપનો ગ્રાફ વધવામાં મહત્વની ભૂમિકા રહી છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકારની નવી કેબિનેટમાં ધર્મેન્દ્ર પ્રધાનનું કદ પણ વધી શકે છે.

બાબુલ સુપ્રિયો

બાબુલ સુપ્રિયો

હાલમાં સંપન્ન થયેલ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આસનસોલ સીટથી બાબુલ સુપ્રિયો બીજીવાર ચૂંટાઈને આવ્યા છે. બંગાળમાં ભાજપે 42માંથી 18 સીટ પર જીત હાંસલ કરી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે બંગાળમાં ભાજપના વધતા પ્રભાવ બાદ સુપ્રિયોને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પાર્ટી બાબુલ સુપ્રિયોનું કદ વધારી શકે છે. હાલ સુપ્રિયો રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે.

વીકે સિંહ

વીકે સિંહ

ગાઝિયાબાદથી બીજીવાર ચૂંટાઈને આવેલ જનરલ વીકે સિંહનું કદ પણ વધી શકે છે. સેનાના જનરલના પદથી રિટાયર જનરલ વીકે સિંહ રેકોર્ડતોડ મતોથી જીતીને આવ્યા હતા અને વિદેશ રાજ્ય મંત્રીની જવાબદારી તેમને આપવામાં આવી હતી. યમનમાં આઈએસ આતંકીઓની ચંગુલમાંથી કેટલાય ભારતીયોને સહી સલામત લાવવા અને ઈરાકમાં આતંકિઓના હાથે મૃત્યુ પામનાર 39 ભારતીયોના અવશેષો તેમના પરિવારને સોંપવાનું કામ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહના કદમાં વધારો થઈ શકે છે.

મમતાના કિલ્લામાં દરાર, 3 ધારાસભ્યો સહિત 50 કાર્યકરો ભાજપમાં સામેલ મમતાના કિલ્લામાં દરાર, 3 ધારાસભ્યો સહિત 50 કાર્યકરો ભાજપમાં સામેલ

રાજ્યવર્ધન સિંહ રાઢોડ

રાજ્યવર્ધન સિંહ રાઢોડ

વર્ષ 2014ની ચૂંટણીમાં રાજસ્થાનની જયપુર ગ્રામીણ સીટથી જીત નોંધાવનાર રાજ્યવર્ધન સિંહ રાઢોડ રમત-ગમત મંત્રાલયની જવાબદારી આપવામાં આવી હતી. જે બાદ તેમણે ક્યારેય પાછળ ફરીને ન જોયું. આ ચૂંટણીમાં પણ રાઠોડે કોંગ્રેસની કૃષ્ણા પૂનિયાને 4 લાખ વોટથી હરાવ્યા છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડને સૂચના પ્રસારણ મંત્રાલયની જવાબદારી પણ આપવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ યુવા મંત્રીના કદમાં વધારો થઈ શકે છે. રાઠોડ રાજનીતિમાં આવતા પહેલા પ્રોફેશનલ શૂટર હતો. 2004 ઓલંપિક રમતની ડબલ ટેપ ઈવેન્ટમાં રજક પદક જીત્યું હતું.

English summary
these leaders can get promoted in modi cabinet for the second term
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X