• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં આ સંતોએ તૈયાર કર્યું આધ્યાત્મ અને અપરાધનું કોકટેલ

|

દેશભરમાં સંત તરીકે અનેક લાખો અનુયાયીઓ ધરાવતા કથાવાચક આસારામ બાપુ પર એક કિશોરી પર બળાત્કાર કરવાનો આરોપ મૂકાયો છે. આ આરોપસર તેમને 30 ઓગસ્ટ પહેલા જોધપુર પોલીસ સમક્ષ હાજર થવાનું સમન પાઠવવામાં આવ્યું છે. ભારતમાં આવું પ્રથમવાર નથી બની રહ્યું કે જ્યારે કોઇ ધર્મ પ્રચારક, સંત કે આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતી વ્યક્તિ દ્વારા અપરાધ આચરવામાં આવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય. આસારામ પહેલા પણ અનેક સાધુ, સંતો, તાંત્રિકો અને ધર્મગુરુઓ દ્વારા વિવિધ પ્રકારના અપરાધ આચરવામાં આવ્યા છે અને તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આવા જ કેટલાક નામો આ મુજબ છે...

આસારામ બાપુ

આસારામ બાપુ

સિંધી સમાજના રાજકીય અને અગ્રણીઓ સાથે ખાસ સંબંધ ધરાવતા આસારામ બાપુ પર ગેરકાયદેસર રીતે જમીનો તપડાવી લેઇને આશ્રમો ઉભા કરવાના અનેક કેસ છે. આ ઉપરાંત પોતાના અનુયાયીઓ, ખાસ કરીને મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધવાના આરોપો પણ છે.

તાંત્રિક ચંદ્રાસ્વામી

તાંત્રિક ચંદ્રાસ્વામી

તાંત્રિક ચંદ્રાસ્વામીને પૂર્વ વડાપ્રધાન નરસિમ્હારાવ સાથે ખૂબ સારા સંબંધો હતા. દાઉદ ઇબ્રાહિમ જૂથ સાથે જોડાયેલા બબલુ શ્રીવાસ્તવને 1995માં પ્રત્યાર્પણ કરીને નેપાળથી ભારત લાવવામાં આવ્યો ત્યારે તેણે ચંદ્રાસ્વામીના સંબંધો દાઉદ સાથે હોવાની માહિતી આપતા જ તત્કાલિન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રાજેશ પાયલટે સીબીઆઇને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ ચંદ્રાસ્વામી સામે વિદેશી મુદ્રા કાયદાનું ઉલ્લંઘન કરવા સહિતના કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. રાજીવ ગાંધી હત્યાકાંડની તપાસ કરી રહેલા જૈન પંચે પણ તેમની પૂછપરછ કરી હતી. ઊંચા સંપર્કો હોવા છતાં તેમણે જેલ જવું પડ્યું હતું.

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ

બેંગલોરના પરમહંસ નિત્યાનંદના કથિત સેક્સ વિડિયોએ વર્ષ 2010માં સનસનાટી મચાવી દીધી હતી. નિત્યાનંદ દુનિયાના અનેક દેશોમાં ધ્યાનપીઠ ચલાવી રહ્યા હતા. દક્ષિણ ભારતની એક ટેલિવિઝન ચેનલે આ વિડિયોનું પ્રસારણ કર્યું હતું. જેમાં એક સાધુ જેવા દેખાતા વ્યક્તિને બે મહિલાઓ સાથે અશ્લીલ અવસ્થામાં દર્શાવવામાં આવ્યા હતા. આ વિડિયોના પ્રસારણના પગલે સ્થાનિક લોકોએ નિત્યાનંદ ધ્યાનપીઠ પર હુમલો કર્યો હતો.

સ્વામી અમૃત ચૈતન્ય ઉર્ફે સંતોષ માધવન

સ્વામી અમૃત ચૈતન્ય ઉર્ફે સંતોષ માધવન

કેરળના અમૃત ચૈતન્યને કિશોરીઓ સાથે શારીરિક દુર્વ્યવહાર કરવા માટે અદાલતે વર્ષ 2009માં 16 વર્ષની સજા સંભળાવી હતી. પોતાને જ્યોતિષી અને આધ્યાત્મિક ગુરુ ગણાવનારા સંતોષ માધવન વિરુદ્ધ આર્થિક ગરબડના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. તેઓ અનેક વિદેશ યાત્રાઓ કરી ચૂક્યા છે. તેમની સામે દુબઇની એક મહિલાને ઠગવાનો આરોપ પણ છે. તેમની સામે ઇન્ટરપોલના વોરન્ટ પણ છે.

ગુલઝાર બટ ઉર્ફે સૈયદ ગુલઝાર

ગુલઝાર બટ ઉર્ફે સૈયદ ગુલઝાર

કાશ્મીરમાં શ્રીનગરથી 42 વર્ષીય ગુલઝાર બટની પોલીસે બળાત્કારના આરોપોમાં મે 2013માં ધરપકડ કરી હતી. તેમની પર આરોપ હતો કે તેમણે બડગામમાં પોતાના ધાર્મિક ઠેકાણા ખાનસાહેબમાં અનેક યુવતીઓનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે ગુલઝારની શાળામાં 500 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. તે શાળામાં કામ કરતી મહિલાની મદદથી છોકરીઓને ફોસલાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો હતા. તેમની પર કેસ ચાલી રહ્યો છે. હાલ તે જેલમાં છે.

શંકરાચાર્ય સ્વામી જયેન્દ્ર સરસ્વતી

શંકરાચાર્ય સ્વામી જયેન્દ્ર સરસ્વતી

કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની નવેમ્બર 2004માં એક હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આઠ વર્ષ બાદ પણ પોંડિચેરીની એક અદાલતમાં આ કેસ ચાલી રહ્યો છે. આ કેસ મુજબ કાંચીપુરમમાં વર્ધરાજસ્વામી મંદિરના મેનેજર એ શંકરરામનની 3 સપ્ટેમ્બરના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં જયેન્દ્ર સરસ્વતીની સાથે તેમના સહયોગી વિજેન્દ્રને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.

સ્વામી રધુવંશ પુરી

સ્વામી રધુવંશ પુરી

જુલાઇ 2012માં સ્વામી રધુવંશ પુરી પર બળાત્કારના પ્રયાસોના આરોપો લાગ્યા છે. તેમની એક શિષ્યાએ કેસ નોંધાવ્યો હતો કે જ્યારે તે ગુરુપૂર્ણિમાના દિવસે દિલ્હીના અશોક વિહારવાળા આશ્રમમાં આશીર્વાદ લેવા ગઇ ત્યારે સ્વીમીએ તેની સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો હતો.

નારાયણ સાંઇ

નારાયણ સાંઇ

આસારામના પુત્ર નારાયણ સ્વામી સામે પણ યુવતીઓના શારીરિક શોષણ અને બાળકો સાથે શારીરિક સંબંધો બાંધવાના આરોપો છે.

નિર્મલ બાબા

નિર્મલ બાબા

જૂન 2012માં નિર્મલ બાબા પર તેમના અનુયાયીઓના કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના આરોપ છે.

સ્વામી પ્રેમાનંદ

સ્વામી પ્રેમાનંદ

શ્રીલંકામાં જન્મેલા સ્વામી પ્રેમાનંદનો આશ્રમ તમિલનાડુના ત્રિચિરાપલ્લી જિલ્લામાં હતો. વર્ષ 2011માં તેમનું મૃત્યુ થયું એ પહેલા તેમની પર બળાત્કાર, હત્યા, વિદેશી મુદ્દા કાયદાનું ઉલ્લંઘન વગેરે જેવા કેસો ચાલ્યા હતા. જેમાં તેમને બમણી આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.

શિવ મારુત દ્વિવેદી

શિવ મારુત દ્વિવેદી

દિલ્હીના આ ગુરુની વર્ષ 2010માં સેક્સ સ્કેન્ડલ ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 100થી વધારે યુવતીઓ સાથે તેઓ સમગ્ર દેશમાં નેટવર્ક ધરાવતા હતા અને 10 વર્ષના આધ્યાત્મિક કરિયરમાં તેમણે રૂપિયા 60 કરોડથી વધારે બનાવ્યા હતા.

English summary
This indian Godman made cocktail of spirituality and crime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more