મુંબઇમાં વરસાદથી શૉપિંગ સેંટરનો હિસ્સો ધરાશાઇ, 3ના મોત

શૉપિંગ સેંટરની ઇમારત ગોરેગાંવ રેલવે સ્ટેશનથી એકદમ સામે આવેલ છે. મુંબઇમાં છેલ્લા બે દિવસથી મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોરેગાંવમાં પ્રસાદ શૉપિંગ સેંટરનો બહારનો ભાગ તૂટીને નીચે પડી ગયો. જે સમયે આ ઘટના ઘટી, ત્યારે ત્યાં કેટલીંક દુકાનોમાં લોકો હાજર હતા અને તેઓ કાટમાળની નીચે દટાઇ ગયા. ભારે જહેમત બાદ તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા. પરંતુ ત્રણે લોકોને બચાવી શકાયા નહીં.
આ દુર્ઘટનામાં ઘાયલ 6 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેઓ હવે બિલકૂલ સુરક્ષિત છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇમારત ખૂબ જ જૂની થઇ ગઇ હતી, અને પહેલા પણ ઇમારત ધરાશાઇ થવાની આશંકા વ્યક્ત કરાઇ ચૂકી હતી.












Click it and Unblock the Notifications
