For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ તમિલનાડુ બૉર્ડર પાસે ત્રણ નક્સલીઓ ઠાર મરાયા

કેરળના પલક્કડ જિલ્લામાં અત્તાપેંડી પાસે શોધ અભિયાન દરમિયાન એક મહિલા સહિત ત્રણ શંકાસ્પદ નક્સલીઓને સોમવારે ઠાર મારી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કેરળના પલક્કડ જિલ્લામાં અત્તાપેંડી પાસે શોધ અભિયાન દરમિયાન એક મહિલા સહિત ત્રણ શંકાસ્પદ નક્સલીઓને સોમવારે ઠાર મારી દેવામાં આવ્યા છે. પોલિસના એક મોટા અધિકારીએ જણાવ્યુ કે 'થંડરબોલ્ટ' દળના કર્મચારીઓ પર નક્સલીઓએ ગોળી ચલાવી જેને તેમણે જવાબ આપ્યો. અધિકારીએ જણાવ્યુ કે શોધ દળ પલક્કડ જિલ્લાના ઘનઘોર જંગલની અંદર હતુ ત્યારે નક્સલીઓએ તેમના ગોળી ચલાવી.

maoist

અધિકારીએ જણાવ્યુ કે શરૂઆતના રિપોર્ટ અનુસાર અભિયાનમાં એક મહિલા સહિત ત્રણ નક્સલીઓને મારી દેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યુ કે ઘટના સ્થળ માટે બોમ્બ નિષ્ક્રિય દળ અને મોટા પોલિસ અધિકારી રવાના થયા છે. વિસ્તારમાં નક્સલીઓની હાજરીમાં સૂચના મળી હતી ત્યારબાદ વિશેષ ટીમ ક્ષેત્રમાં શોધ અભિયાન ચલાવી રહી હતી.

હાલમાં પલક્કડથી કોંગ્રેસ સાંસદ શ્રીકંદને કહ્યુ કે 'મુખ્યમંત્રીને ઘટનાનો સમય સ્પષ્ટ કરવો જોઈએ અને એ પણ જણાવવુ જોઈએ કે અથડામણનુ કારણ શું હતુ. તેમણે કહહ્યુ કે જ્યારે આખુ રાજ્ય વાલયારમાં બે બહેનોના મોત વિશે ચર્ચા કરી રહ્યુ છે એવામાં અમે જાણવા ઈચ્છીશુ કે જે મર્યા છે તેમણે આવુ કેમ કર્યુ હતુ જેના કારણે પોલિસ તેમના પર ગોળી ચલાવવા માટે બાધ્ય બની. અમને એ પણ શંકા છે કે શું આ પણ વાયનાડની જેમ શંકાસ્પદ ષડયંત્ર છે. આ વર્ષે માર્ચમાં વાયનાડના એક રિઝોર્ટમાં પોલિસ સાથે અથડામણમાં શંકાસ્પદ નક્સલી નેતા સીપી જલીલને ઠાર મારવામાં આવ્યા હતા.'

English summary
three maoist killed in palakkad kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X