ભારત મ્યાનમાર બોર્ડર પાસે ત્રણ રોહીંગ્યા ઝડપાયા

Posted By:
Subscribe to Oneindia News

મણિપુર પોલીસ અને સીઆઇડી ઘ્વારા ચલાવવામાં આવેલા ઓપેરેશનમાં ભારત મ્યાનમાર બોર્ડર પાસે ત્રણ રોહીંગ્યાઓ ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા રોહીંગ્યામાં એક મહિલા પણ શામિલ છે. આ બધા જ રોહીંગ્યાઓ ને શનિવારે લગભગ 8.30 વાગ્યે ઘેરી લેવામાં આવ્યા હતા. આ લોકો મુસ્લિમ વસ્તી કેક વોર્ડ નંબર 5 માં હતા તેમને અહીં શરણ લઇ રાખી હતી.

પાક્કી જાણકારી પછી છાપામારી

પાક્કી જાણકારી પછી છાપામારી

જે બે લોકોની ધરપકડ કરી છે તેમનું નામ મોહમ્મદ સેફુલ્લા અને મોહમ્મદ સલીમ છે. જયારે મહિલાની ઓળખ તોઇબા હુંઉટ ઉર્ફ નરગીસ રૂપે થયી છે. ટેન્ગનોપલ એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પાક્કી માહિતી મળી હતી કે કેટલાક રોહીંગ્યા આ વિસ્તારમાં છે અને તેઓ વિદેશી છોકરીઓની તસ્કરી કરી રહ્યા છે. ત્યારપછી ટીમ આ વિસ્તારમાં છાપામારી કરવા માટે પહોંચી અને તેમની ધરપકડ કરી લીધી. જાંચ ઘ્વારા જાણવા મળ્યું કે તોઇબા મહિલા તસ્કરીનો શિકાર હતી અને બંને વ્યક્તિઓ રેકેટ સાથે જોડાયેલા હતા.

દેહ વ્યાપાર ના ધંધા સાથે જોડાયેલા

દેહ વ્યાપાર ના ધંધા સાથે જોડાયેલા

જે બે પુરુષોની ધરપકડ કરવામાં આવી છે તેઓ પહેલાથી માનવ તસ્કરીમાં જોડાયેલા હતા. આ લોકો રોહીંગ્યા છોકરીઓની તસ્કરી કરતા હતા અને તેમને દેહ વ્યાપાર ના ધંધામાં નાખતા હતા. મળતી જાણકારી અનુસાર મોહમ્મદ સેફુલ્લા પાસે આધારકાર્ડ હતું. જયારે સલીમ અને તોઇબા પાસે કોઈ પણ દસ્તાવેજ ના હતા.

કુલ 6 લોકોની ધરપકડ

કુલ 6 લોકોની ધરપકડ

મળતી જાણકારી અનુસાર આ લોકો બાંગલાદેશ રસ્તા ઘ્વારા ત્રિપુરા થી ભારતમાં ઘુસ્યા હતા. જ્યારથી મ્યાનમારમાં રોહીંગ્યા સમસ્યા આવી છે ત્યારથી મણિપુર સીમા પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. મણિપુર પોલીસે અત્યારસુધી કુલ 6 રોહીંગ્યાની ધરપકડ કરી છે. છેલ્લી ધરપકડ 22 માર્ચ દરમિયાન થયી હતી.

English summary
Three Rohingyas arrested at Indo-Myanmar border. Police has sent them in jail.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.