Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મજૂરો માટે અત્યાર સુધી ચલાવવામાં આવી ચૂકી છે 67 સ્પેશિયલ ટ્રેનોઃ રેલવે મંત્રાલય

રેલવે મંત્રાલય તરફથી મંગળવારે જણાવવામાં આવ્યુ છે કે મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે ટ્રેન ચલાવવાનો સિલસિલો ચાલુ છે.

રેલવે મંત્રાલય તરફથી મંગળવારે જણાવવામાં આવ્યુ છે કે મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે ટ્રેન ચલાવવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધીમાં 67 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો અલગ અલગ ઝોનમાં ચલાવવામાં આવી છે. રેલવે તરફથી કહેવામાં આવ્યુ છે કે 4 મે સુધી 55 ટ્રેનો ચલાવવામાં આવી હતી. આજે બેંગલુરુ, સુરત, સાબરમતી, જલંધર, કોટા, એર્નાકુલમથી ટ્રેનોનુ સંચાલન કરવામાં આવ્યુ. આજે જ રાત સુધી 21 વધુ આવી ટ્રેનો મજૂરોને લઈને રવાના થશે. દેશના સતત લૉકડાઉન દરમિયાન ઘરોથી દૂર શહેરોમાં ફસાયેલા લોકોને તેમના ઘરો સુધી પહોંચાડવા માટે 1 મેએ કેન્દ્ર સરકારે ટ્રેન ચલાવવાની અનુમતિ આપી છે. ત્યારબાદ ટ્રેનોનુ સંચલન થઈ રહ્યુ છે. દેશના ઘણા રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની માંગ કરી હતી.

train

મજૂરો કર્યુ હતુ પ્રદર્શન

દેશમાં 24 માર્ચે પ્રધાનમંત્રીએ લૉકડાઉનનુ એલાન કરી દીધુ હતુ. ત્યારબાદ પરિવહનના તમામ સાધનો બંધ કરી દેવામાં આવ્યા. અચાનક થયેલા લૉકડાઉનથી લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા. ત્યારબાદ આ જ મજૂર સતત પ્રદર્શન કરી રહ્યા હતા અને ઘરે મોકલવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન મજૂરો પગપાળા જ ઘર તરફ નીકળી ગયા અને સેંકડો કિમી પગપાળા ચાલ્યા. હવે સરકારે મજૂરોને ઘરે મોકલવા માટે પસો અને ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે.

તમને જણાવી દઈએ કે લૉકડાઉન પહેલા 24 માર્ચથી 14 એપ્રિલ સુધી લગાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 3 મે સુધી અને હવે 17 મે સુધી વધારવામાં આવ્યુ છે. વળી, કોરોના વાયરસના જોખમ દેશ અને દુનિયામાં વધતુ જઈ રહ્યુ છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 46 હજારને પાર જઈ ચૂકી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 46,433 થઈ ગઈ છે અને 1568 મોત થયા છે. દેશમાં અત્યારે 32138 સક્રિય કેસ છે એટલે કે આ લોકોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 12727 લોકો અત્યાર સુધી રિકવર થયા છે અને ઘરે જઈ ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X