For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમય પાકી ગયો છે, અડવાણી સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ નિવૃત્તિ અંગે વિચારે

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 7 જૂનઃ સમય આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાન્ય ચૂંટણી પહેલા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવે. નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, અરૂણ જેટલી સહિતના ઘણા બધા ભાજપી નેતાઓ શુક્રવારથી શરૂ થઇ રહેલી પક્ષની કાર્યકારિણી બેઠકમાં હાજરી આપવા માટે ગોવા પહોંચી ગયા છે.

જો કે, વરિષ્ઠ નેતાઓ જેમ કે, એલકે અડવાણી, અટલ બિહારી વાજપાયી, ઉમા ભારતી સહિતના કેટલાક નેતાઓએ બેઠકના પ્રથમ દિવસે આવવાનું ટાળ્યું છે. આ નેતાએ સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરીને બેઠકના પ્રથમ દિવસે હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો હતો.

bjp-meet-advani-nitish-sushma
અન્ય કેટલાક વિવિધ પ્રકારના મંતવ્યો છતાં, પક્ષ યુવા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે તાલમેલ જાળવી રાખવાના પ્રયત્નોમાં રાખી રહ્યાં છે. જો કે, એ દર્શાવે છે કે, અડવાણી અને વાજપાયી સહિતના વરિષ્ઠ નેતાઓએ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દેવી જોઇએ. આ વરિષ્ઠ નેતાઓએ આગામી લોકસભાની ચૂંટણીના યુદ્ધ માટે યુવાઓને આગળ આવીને પાર્ટીનું નેતૃત્વ કરવા માટે માર્ગ બનાવવો જોઇએ.

જ્યારે 88 વર્ષિય વાજપાયી પોતાની નાદુરસ્ત તબિયતના કારણે એક્ટિવ રાજકારણથી દૂર છે, ભાજપે હજુ પણ ઘણા વર્ષોથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તેમના માટે રિઝર્વ્ડ રાખી મુકી છે. 85 વર્ષિય અડવાણી પણ લોકસભાની ચૂંટણીમાં પક્ષના પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર થવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ઉપરાંત 79 વર્ષિય મુરલી મનોહર જોષી પણ સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ જેવા નેતાઓ માટે કદાચ જગા બનાવી શકે છે.

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે ભાજપે આગામી 2014ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને તેમાં વિજય થવાના ઉદ્દેશ્ય સાથે કેટલાક સાહસિક પગલાં ભરવા જોઇએ. પક્ષે ચૂંટણીને જીતવા માટે પોતાના પીએમ પદના ઉમેદવારની જાહેરાત કરી દેવી જોઇએ. જ્યારે મોટાભાગના નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે, ત્યારે અડવાણી સમૂહના લોકો કે જે પક્ષમાં છે તેઓ મોદીની ઉમેદવારીને લઇને પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે.

ગોવાની મહત્વની બેઠક અંગે બોલતા ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું છે કે, કાર્યકર્તાઓ અપેક્ષા કરી રહ્યાં છે કે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ ગોવા બેઠકમાં પક્ષને એક સ્પષ્ટ સંદેશ આપે. તેઓ તેના પર કામ કરી રહ્યાં છે અને કાર્યકારિણીની બેઠક પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ તથા સંસદીય બોર્ડના સભ્યો સાથે વિચાર-વિમર્શ કરી રહ્યાં છે.

હવે, જ્યારે પક્ષ હવે કોઇ મહત્વનો નિર્ણય લેવા માટે તૈયાર થઇ ગઇ છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે ભાજપે પોતાની નવી યાત્રા યુવા ભાજપ નેતાઓ જેમકે મોદી, સ્વરાજ, જેટલી કે જેઓ પોતાની શક્તિનો પરચો આપી ચૂક્યા છે, તેમને લઇને કરવી જોઇએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સતત ત્રણ વખત જીતીને મોદીએ પોતાની શક્તિ અને લોકપ્રિયતાને સાબિત કરી દીધી છે. સ્વરાજ અને જેટલી પણ જ્યારે પક્ષ કોઇ મુશ્કેલીના સમયમાંથી પસાર થતી હોય છે ત્યારે પક્ષની પડખે ઉભા રહ્યા છે.

English summary
The time finally has come for Bharatiya Janata Party (BJP) when the party is expected to take few major decisions regarding its future moves ahead of General Elections. BJP leaders, including Narendra Modi, Sushma Swaraj, Rajnath Singh, Arun Jaitley and many others reached Goa to attend party's the two-day conclave beginning from Friday, June 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X