અખિલેશ 'યુપી' અને મુલાયમ સિંહ 'દેશ' ચલાવેઃ તિવારી
લખનૌ, 2 ડિસેમ્બરઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ દત્ત તિવારીએ કહ્યું કે આખો દેશ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ તરફ જોઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે, અખિલેશ પ્રદેશ ચલાવે અને મુલાયમ સિંહ ભારત ચલાવશે.
લખનૌ પહેલા તિવારીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તથા સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સાથેની મુલાકાત બાદ સંવાદદાતાઓએ કહ્યું કે એફડીઆઇ અંગે મારી અંગત રાય છે કે તેનાથી ફાયદો થશે, પરંતુ એ માનવા માટે મુલાયમ સિંહને હું ફરજ નહીં પાડું.
તેમણે કહ્યું કે, એફડીઆઇ અંગે અલગ-અલગ પાર્ટીઓ, રાજ્યો અને વ્યક્તિઓની પરસ્પર અલગ રાય હોઇ શકે છે, પરંતુ તેમનું માનવું છે કે એફડીઆઇથી ફાયદો થશે.
તિવારીએ મુલાયમ સિંહ યાદવ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવની મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવતા કહ્યું કે દરેક બાબત રાજકીય નથી હોતી.
શું તેઓ મુલાયમ સિંહને દેશની બાગડોર અપાવવામાં સહયોગ કરશે તો તેમણે કોઇ સ્પષ્ટ જવાબ નહીં આપતા કહ્યું કે જો મારા સહયોગથી થતું હોત તો હું કાલે જ કરી દઉં.
તિવારીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પોતાના 'ભત્રીજા જેવા' ગણાવ્યા અને કહ્યું કે અખિલેશ યુવા છે અને તેમના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ વિકાસની રાહ પર વધશે, હવે અમે જલ્દી-જલ્દી ઉત્તર પ્રદેશ આવીશું અને વાતાવરણ પણ સારું છે અને રાજકીય વાતાવરણ પણ સારું છે.












Click it and Unblock the Notifications
