વાંચો 22 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે સાંબામાં બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી હતી. ક્રિકેટની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુવરાજ સિંહ અને વિરાટ કોહલીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન હળવી પળો માણી હતી, તો મુંબઇ સચિને તેંડુલકર દ્વારા આકરી પ્રેક્ટિસ કરવામાં આવી હતી. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીના સમર્થકો દ્વારા પટનામાં તેમના માસ્ક પહેરીને તેમનું સમર્થન કરવામાં આવ્યું છે. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

નાણામંત્રીની કોન્ફરન્સ
પબ્લિક સેક્ટર બેન્કના ચીફ એક્ઝિક્યૂટિવ્સની બેઠક બાદ પત્રકારનો સંબોધી રહેલા કેન્દ્રીય નાણામંત્રી પી ચિંદમબરમ.

કરવા ચૌથ વિરોધ
સર્વિસ દરમિયાન પ્રમોશનની માંગ સાથે દહેરાદુનમાં કરવા ચૌથના દિવસે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓ.

નરેન્દ્ર મોદીના સમર્થક
પટનામાં હુંકાર રેલી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સમર્થન કરી રેલા પાર્ટીના કાર્યકર્તાઓ.

સાંબા સેક્ટરમાં ગૃહમંત્રી
જમ્મૂના સાંબા સેક્ટરમાં બીએસએફના જવાનોને મળી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે.

ફોર્મુલા વન ગ્રીડ ગર્લ્સ
નવી દિલ્હીમાં ફોર્મુલા 1 ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ ઇવેન્ટ પહેલા તસવીરો ખેંચાવી રહેલી ફોર્મુલા વન ગ્રીડ ગર્લ્સ.

સીએઆરસીના ચેરપર્સન
નવી દિલ્હીમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરપર્સન તરીકેન શપથ લીધા બાદ ગેરીશ બી પ્રધાને ઉર્જાના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે હસ્તધૂનૂન કર્યું હતું.

મુંબઇમાં પ્રેક્ટિસ કરી રહેલા માસ્ટર બ્લાસ્ટર
હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચ પહેલા મુંબઇમાં પ્રેક્ટિસ કરી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર.

ભારતીય એરફોર્સ કમાન્ડર સાથે ગૃપ તસવીર
નવી દિલ્હીમાં વાયુ ભવન ખાતે એર ચીફ માર્શલ એનએએક બ્રાઉને ભારતીય એરફોર્સ કમાન્ડર્સ સાથે ગૃપ તસવીર ખેંચાવી હતી.

બોધ ગયામાં પ્રાર્થના
બોધ ગયામાં મહાબોધી મંદિરમાં બુદ્ધિસ્ટ મોંક દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ બુદ્ધિસ્ટ મોંક થાઇલેન્ડથી આવ્યા હતા.

પ્રેક્ટિસ દરમિયાન હળવાશની પળ
રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વનડે પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન હળવાશની પળમાં જણાઇ રહેલા યુવરાજ સિંહ અને વિરાટ કોહલી.