ટોલ બૂથ તોડફોડ કેસમાં રાજ ઠાકરેની ધરપકડ થશે!

Posted By:
Subscribe to Oneindia News

પુણે, 29 જાન્યુઆરી: મનસે કાર્યકર્તા દ્વારા આખા રાજ્યમાં વિભિન્ન ટોલ બૂથ પ્લાઝા પર કરવામાં આવેલી તોડફોડ બાદ પાર્ટી પ્રમુખ રાજ ઠાકરે વિરૂદ્ધ હિંસા ભડકાવવાનો અને શાંતિને ખતરામાં મુકવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાજ ઠાકરેએ મંગળવારે પોતાના સમર્થકોને ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું કે તે ટોલટેક્સ ના આપે અને આ ફરમાન વિરૂદ્ધ અવાઝ ઉઠાવનારાઓની સાથે મારઝૂડ કરે. આ નિવેદન બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાએ રાજ્યમાં કેટલાક ટોલ બૂથો પર તોડફોડ કરી.

પુણે-સતારા રોડ પર ખેડ-શિવપુરમાં ગઇકાલે રાતે ટોલટેક્સ બૂથને નુકસાન પહોંચાડવાના મુદ્દે ભોર તાલુકાના રાજગઢ પોલીસ મથકમાં રાજ ઠાકરે વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે મનસે પ્રમુખ વિરૂદ્ધ હિંસા ભડકાવવાનો અને શાંતિને ડામાડોળ કરવાના મુદ્દે કેસ દાખલ કર્યો છે. લોની કાલભોર મથકમાં પણ આવા જ મુદ્દે રાજ ઠાકરે વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

raj-thackeray

અત્રે ઉલ્લેખનીય છે કે તોડફોડના મુદ્દે રાજ ઠાકરે સહિત 17 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ ઠાકરે પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે ગુંડાગર્દીના કેસમાં રાજ ઠાકરેની ક્યારે ધરપકડ થશે? રાજ ઠાકરેના ફરમાન બાદ મચેલા હંગામા અને તોડફોડ બાદ મહારાષ્ટ્ર સરકાર કડક થઇ ગઇ છે.

કેસ તો દાખલ થઇ ગયો છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું કાર્યવાહી થશે કે કેમ. સરકાર એક તરફ કડકવલણની વાત કરી રહી છે તો બીજી તરફ રાજ ઠાકરે પર તેની કોઇ અસર જોવા મળતી નથી. મહારાષ્ટ્રમાં શરૂ થયેલ પોલ પોલિટિક્સ પર હિંસાનો આ કોઇ નવો મુદ્દો નથી પરંતુ આ વખતે ચૂંટણી નજીક છે ટોલ ટેક્સના બહાને રાજકીય ફાયદા પર વધુ નજર છે અને તેથી જ હંગામા થતા રહે છે. તોડફોડ થતી રહી પરંતુ સરકારને રાજ ઠાકરે વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં 48 કલાક લાગી ગયા.

English summary
In one of the biggest robberies in Delhi, armed men waylaid a Honda City car carrying Rs 8 crore and robbed it after holding the driver at gunpoint.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.