રાજ ઠાકરેની ધરપકડ, ભારે હોબાળા બાદ થઇ મુક્તિ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 12 ફેબ્રુઆરી: મનસે પ્રમુખ રાજ ઠાકરેને મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમની એમએનએસના રસ્તા રોકો આંદોલન દરમિયાન આજે ધરપકડ કરવામાં આવી હતી. રાજ ઠાકરેએ છૂટ્યા બાદ જણાવ્યું કે એમએનએસનો માર્ગ રોકો આંદોલન સફળ રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમણે કાર્યકર્તાઓને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. રાજે જણાવ્યું કે મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનો તેમની પર ફોન આવ્યો હતો અને તેઓ તેમને મળવા માટે કાલે જશે.

મહારાષ્ટ્રમાં ટોલ પ્લાઝાની વિરુધ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું 'માર્ગ રોકો' અભિયાન શરૂ થયાની સાથે જ પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને ઉપનગર ચેમ્બૂરમાં કેદમાં લઇ લેવામાં આવ્યા હતા. અને ઠેરઠેર વાહનવ્યવહાર ખોરવાના કારણે પ્રદર્શનકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

raj
પોલીસે જણાવ્યું કે રાજ ઠાકરેને તેમની પાર્ટીના કાર્યકર્તાઓની સાથે એક પોલીસ વેનમાં લઇ જવામાં આવ્યા. પોલીસે પુણે, અહમદનગર અને વસઇ સહિત ઘણા વિસ્તારો પર મનસે કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે. મનસે કાર્યકર્તાઓએ ઠાણેમાં ટાયરો સળગાવ્યા અને પુણેમાં કેટલીંક ગાડીઓની હવા નીકાળી દીધી.

પોલીસે રાજ ઠાકરેને અભિયાનમાં ભાગ નહીં લેવાની ચેતાવણી આપી હતી. તેમ છતાં આ અભિયાન શરૂ થયું. ઠાકરેએ પોલિસની નોટિસને ગણકાર્યા વગર જણાવ્યું કે રાજમાર્ગો પર સવારે 9 વાગ્યાથી વાહનવ્યવહાર બંધ રહેશે. ઠાકરેના સમર્થકોએ ગયા પખવાડીએ રાજ્યભરમાં ઘણા ટોલ પ્લાઝામાં તોડફોડ કરી હતી.

English summary
Maharashtra Navnirman Sena chief Raj Thackeray was released by Mumbai Police on Wednesday after he was detained on his way to Vashi where he was going to flag off a protest against collection of toll tax at toll booths in the state.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.