For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોની એબૉટના રૂપમાં મોદીને મળ્યો એક નવો મિત્ર!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની સાથે યૂરેનિયમ સપ્લાઇ ડીલ ફાઇનલ થઇ ગઇ, 10મી સદીને ચોરાયેલી મૂર્તિઓ પણ પરત આવી અને ગુજરાત રમખાણો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ન ગણવાની અપીલ પણ થઇ ગઇ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનમંત્રી ટોની એબૉટ ભારત આવ્યા અને એક પ્રવાસથી આટલી બધી વાતો નિકળી.

ટોની એબૉટ કોઇ દેશના પ્રથમ એવા પ્રમુખ છે જે દેશમાં નવી સરકાર બન્યા બાદ ભારતના પ્રવાસ પર આવ્યા છે. શુક્રવારે તે નરેન્દ્ર મોદી સરકરના હાથે ગાર્ડ ઑફ ઑનરથી સન્માનિત થનાર પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ બન્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ આગામી સમયમાં આખી સમયમાં ચર્ચાનો વિષય બનનાર છે. સાથે જ ટોની એબૉટના રૂપમાં નરેન્દ્ર મોદીને પણ એક નવો મિત્ર મળી ગયો છે.

એક નજર કરીએ ટોની એબૉટની આ ભારત યાત્રા સાથે જોડાયેલી કેટલીક ખાસ તસવીરો પર અને સાથે જ જાણવાનો પ્રયત્ન કરીએ કે અંતે કેવી રીતે ટોની એબૉટના રૂપમાં નરેન્દ્ર મોદીને એક નવા મિત્ર મળી ગયા છે.

સૌથી પહેલાં આવી હતી એબૉટની શુભેચ્છા

સૌથી પહેલાં આવી હતી એબૉટની શુભેચ્છા

મે મહિનામાં જ્યારે નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં વિશાળ જીત નોંધાવી હતી તો ત્યારથી એબૉટ, મોદીના દિવાના બની ગયા હતા. એબૉટ જ તે પહેલાં આંતરરાષ્ટ્રીય નેતા હતા, જેમણે નરેન્દ્ર મોદીને ટ્વિટર શુભેચ્છા પાઠવી હતી.

 એબૉટે દૂર કરી મોદીની મુશ્કેલ

એબૉટે દૂર કરી મોદીની મુશ્કેલ

ટોની એબૉટે નરેન્દ્ર મોદીના રસ્તાની એક મુશ્કેલીને તે સમયે દૂર કરી દિધી જ્યારે તેમણે શુક્રવારે સાંજે ભારતને યૂરેનિયમ સપ્લાઇ માટે હામી ભરી દિધી અને ડીલ પર સાઇન કરી દિધી. હવે ટોની એબૉટ નરેન્દ્ર મોદીના તે સપનાને પુરૂ કરશે જેમાં નરેન્દ્ર મોદીએ દેશના દરેક ઘરને વિજળી પહોંચાડવાની વાત કહી છે.

તમિલનાડુથી થઇ હતી ચોરી

તમિલનાડુથી થઇ હતી ચોરી

ટોની એબૉટે શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ દેવતાઓપ્ની એવી બે પ્રાચીન મૂર્તિઓ ઓસ્ટ્રેલિયાથી લાવીને પરત કરી છે જેને તમિલનાડુના મંદિરોમાંથી ચોરવામાં આવે હતી. ઓસ્ટ્રેલિયાના એક મ્યૂઝિમમે આ મૂર્તિઓને ખરીદી લીધી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાથી આ મૂર્તિઓને પરત લાવવાનો અનુરોધ કર્યો હતો.

 વર્ષ 2014 અને 2008માં ખરીદી મૂર્તિઓ

વર્ષ 2014 અને 2008માં ખરીદી મૂર્તિઓ

એક મૂર્તિ નટરાજ શિવની છે જે 11મી-12મી સદીના ચોલ વંશ સાથે જોડાયેલી છે. બીજી મૂર્તિ 10મી સદીમાં બનેલી અર્ધનારીશ્વરની મૂર્તિ છે જેમાં શિવને અડધા નારીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. કાંસાની બનેલી નટરાજની મૂર્તિને ઓસ્ટ્રેલિયાએ ફેબ્રુઆરી 2008માં 51 લાખ ડોલરમાં અને બીજી અર્ધનારીશ્વરની મૂર્તિને ન્યૂ સાઉથ વેલ્સના મ્યૂઝિયમમાંથી વર્ષ 2004માં 280,979 ડોલરમાં ખરીદવામાં આવી હતી.

 ગુજરાત રમખાણ માટે મોદી નથી જવાબદાર

ગુજરાત રમખાણ માટે મોદી નથી જવાબદાર

ટોની એબૉટે શુક્રવારે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને 2002ના રમખાણો માટે જવાબદાર ગણાવવા ન જોઇએ.

 તપાસમાં આવેલી વાતો એબૉટ માટે ખૂબ મહત્વપૂર્ણ

તપાસમાં આવેલી વાતો એબૉટ માટે ખૂબ મહત્વપૂર્ણ

ટોની એબૉટના અનુસાર નરેન્દ્ર મોદી રમખાણોના સમયે ફક્ત એક 'પીઠાસીન અધિકારી' હતા જે 'અગણિત તપાસો'માં પાકસાફ થઇ ચૂક્યા છે. ટોની એબૉટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારા ખબર છે કે તેને લઇને અગણિત તપાસો થઇ ચૂકી છે અને મોદી હંમેશા મોદી હંમેશા પાકસાફ સાબિત થયા. નિશ્વિતપણે મારા માટે આ જ પર્યાપ્ત છે.

 ભારતને બનાવશે શક્તિશાળી

ભારતને બનાવશે શક્તિશાળી

નરેન્દ્ર મોદીના એજંડામાં ન્યૂક્લિયર પાવરથી સજ્જ દેશોની યાદીમાં ભારતને હંમેશા સર્વોચ્ચ રાખવા સૌથી ઉપર છે. એવામાં ઓસ્ટ્રેલિયાની સાથે યૂરેનિયમ સપ્લાઇની ડીલ પર સહી ઘણી મહત્વપૂર્ણ હતી. ટોની એબૉટે આ ડીલ પર પોતાની સહી કરી મોદીના સપનામાં પોતાની ભાગીદારી નક્કી કરી લીધી છે.

ચીનને પછાડશે ભારત

ચીનને પછાડશે ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનાર વેપાર લગભગ 15 બિલિયન ડોલર છે. ટોની એબૉટનું સપનું છે કે ચીનની અલગ ભારત સાથે તેમના વ્યાપારિક સંબંધ મજબૂત બને. આ એક કારણે પણ ટોની એબૉટ ભારતની સાથે યૂરેનિયમ સપ્લાઇ ડીલને મંજૂરી આપવા માંગતા હતા.

દરેક સ્થિતીમાં ઇચ્છે છે ડીલ

દરેક સ્થિતીમાં ઇચ્છે છે ડીલ

ટોની એબૉટનું માનીએ તો ભારત ક્યારેય પણ કોઇ દેશ માટે ખતરો ન બની શકે. ઓસ્ટ્રેલિયાથી ભારત માટે નિકળતાં પહેલાં પણ તે એ વાતની તરફ ઇશારો કરી ચૂક્યા હતા કે તે દરેક ગમે તેવી પરિસ્થિતીમાં ભારતને આ વખતે યૂરેનિયમની સપ્લાઇ પર લાગેલા પ્રતિબંધને ખતમ કરીને જ રહેશે.

ભારત એક મજબૂત લોકતંત્ર

ભારત એક મજબૂત લોકતંત્ર

ટોની એબૉટ ગુરૂવારે મુંબઇમાં હતા અને આ દરમિયાન તેમણે કહ્યું કે જો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે યૂરેનિયમ સપ્લાઇ ડીલ મંજૂરી થાય છે તો દુનિયાને ડરવાની જરૂરિયાત નથી. ટોની એબૉટના અનુસાર ભારત પાસે એક મજબૂત ન્યૂક્લિયર પોગ્રામ છે. સાથે જ તે ક્યારેય પણ કોઇ દેશને નુકશાન પહોંચાડી ન શકે.

 રોશન થશે દરેક ભારતીયનું ઘર

રોશન થશે દરેક ભારતીયનું ઘર

મુંબઇમાં પોતાની પ્રેસ કોંફ્રેંસમાં ટોની એબૉટે સ્પષ્ટ કરી દિધું હતું કે એ વાતને લઇને સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે કે તે 100 મિલિયન ભારતીયોની જીંદગીમાં રોશની આવીને જ રહેશે.

 હવે ભારતને ગણાવ્યો સમજદાર દેશ

હવે ભારતને ગણાવ્યો સમજદાર દેશ

વિશેષજ્ઞોનું માનીએ તો દેશમાં નવી સરકાર બન્યા પછી દુનિયાના બધા દેશોના દ્રષ્ટિકોણ ભારત માટે બદલાયો હતો. એ વાતનો વિશ્વાસ વધી રહ્યો છે કે ભારત હંમેશા જ પોતાની આર્થિક શક્તિને લઇને પ્રતિબદ્ધ છે. એવામાં ભારત કોઇને પણ ખતરો પહોંચાડી ન શકે. ટોની એબૉટે પણ ભારતને એક વિકસતું લોકતાંત્રિક સુપરવાપર ગણાવ્યું છે.

English summary
Tony Abbott hands over 10th centuries idol to Narendra Modi. Tony has also requested to media and people not to blame Modi for 2002 Gujarat riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X