• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

|

બેંગ્લોર, 13 મેઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આજે વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. ટોપ 10 અપમાનની. જેના પર ધડા-ધડ ટ્વિટ્સ પડી રહી છે. તમે પણ એક ટ્વિટ જરૂરથી કર્યું હશે. ચાલો તમને લઇ જઇએ ભારતીય રાજકારણીની ગલીઓમાં જ્યાંના ટોપ 10 અપમાન પર આપણે ફોકસ કરીશું.

આ એ ઘટનાઓ હસે જેમાં ભારતના નેતાઓનું અપમાન થયું હોય. જેમાં ક્યારેક જનતા ખુશ તો ક્યારેક શર્મસાર થઇ. તેના માટે આજે આપણે રાજકારણની ગલીઓમાં જોઇશુ કે આ ઘટનાઓના મુખ્યપાત્ર કોણ છે. કોઇ રાજનેતાને થપ્પડ પડવો, જૂતુ ફેકાંવુ કે પછી રાજનેતાઓને હત્યારા, બળાત્કારી અને લૂટેરા ગણાવવા.

ભારતમાં રાજકારણ એક એવો વિષય છે, જે અંગે દરેક પાસે કંઇકને કંઇક વિચાર હોય જ છે. તેવામાં આરોપ પ્રત્યારોપનો દોર ચાલતો રહે છે, જે સંસદથી લઇને દેશના દરેક પ્રદેશમાં ફેલાય જાય છે. આ દોષ અને બચાવ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ હોય છે, જે આખા દેશમાં ચર્ચાનો વિષય બને છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં નેતાઓએ એવા-એવા નિવદન આપ્યા જેમણે આખા દેશને ઘણીવાર શર્મસાર કરી દીધો.

આ ઉપરાંત ભ્રષ્ટાચાર અને કાયદાની નબળાઇએ પણ આવી ઘણી અપમાનજનક ઘટનાઓને જન્મ આપ્યો. આ બહુ જૂની વાત નથી, જ્યારે ભારતના કૃષિમંત્રીને કોઇ થપ્પડ મારી દીધો હતો. જેના પર પ્રતિક્રિયા આપતા સમાજ સેવક અણ્ણા હજારેએ કહ્યું હતું કે, માત્ર એક જ થપ્પડ મારી. આ ઘટના ઉપરાંત ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરનારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે નેતાઓ પ્રતિ આક્રોશ દર્શાવતા કહ્યું હતું કે સંસદમાં લુટેરા, હત્યારા અને બળાત્કારીઓ જ રહે છે.

ચાલો જોઇએ એ 10 ઘટનાઓ જેમાં જનતાના પ્રતિનિધિઓને અપમાનનો ઘુંટડો ભરવો પડ્યો હતો.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

સોનિયાના ઇશારા પર ચાલે છે મનમોહન સિંહ

આ ઘણુજ શરમજનક છેકે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં જ્યાં તમામ શક્તિઓ પ્રધાનમંત્રીઓના હાથમાં હોય છે, ત્યાં ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ પોતાના દરેક નિર્ણય કરતા પહેલા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફ જૂએ છે. એટલે સુધી કે પાક દ્વારા ભારતીય સૈનિકોની નૃશંસ હત્યા બાદ પણ પીએમનું નિવેદન એક દિવસ પછી આવ્યું હતું. આ એવું અપમાન છે જે આપણા પ્રધાનમંત્રી છેલ્લા આઠ વર્ષથી વધારે સમય સુધી સહન કરી રહ્યાં છે.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

નેતાઓ પર જુતા અને ચપ્પલ

તેની શરૂઆત ઇરાકમાં થઇ હતી જ્યાં, એક પત્રકાર મુંતજર અલ જૈદીએ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશને અપમાનિત કરવા માટે જુતા ફેક્યાં. ત્યારબાદ એક ટ્રેન્ડ થઇ ગયો. જેમાં ભારતે પણ તેને ફોલો કર્યું. આ કડીમાં નાણામંત્રી ચિદમબરમ, નીતિશ કુમાર, મનમોહન સિંહ અને બીએસ યેદિયુરપ્પા પર જુતા ફેંકીને તેમને અપમાનિત કરવામાં આવ્યા.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

કૃષિમંત્રી શરદ પવારને થપ્પડ મારવી

આ ઘટના એ સમયની છે, જ્યારે ભ્રષ્ટાચારનો વિરોધ કરવા રસ્તા પર ઉતરેલી જનતાના ગુસ્સાનો શિકાર કૃષિમંત્રી શરદ પવારે થવું પડ્યું અને કોઇએ તેમને જોરદાર થપ્પડ મારી દીધો. જેનાપર પ્રતિક્રિયા આપતા સમાજ સેવક અણ્ણા હજારેએ કહ્યું કે શું માત્ર એક જ થપ્પડ માર્યો.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

અરવિંદ કેજરીવાલ

નવેમ્બર 2012માં પોતાની રાજકિય પાર્ટીની ઘોષણા કરનારા અરવિંદ કેજરીવાલે નેતાઓ અંગે નિવેદન આપતા કહ્યું હતુ કે ભારતની સંસદમાં હત્યારાઓ, લુટેરા અને બળાત્કારીઓ બેસે છે, જે દેશનું ભવિષ્ય નક્કી કરે છે. તેમના આ નિવેદન પર તેમની નિંદા કરવામાં આવી હતી.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

બેની પ્રસાદ વર્મા

પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેનારા કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને આતંકવાદી કહ્યા હતા. જેના જવાબમાં મુલાયમે કહ્યું હતુ કે સરકારે તેની તપાસ કરાવવી જોઇએ.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

નીતિશ કુમાર

પોતના પ્રશાસનમાં બિહારને બદલનારા મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જુતા ફેકીને તેમને અપમાનિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

તિરંગાનુ અપમાન

ઇન્દોરના સાંસદ અને વરિષ્ઠ ભાજપી નેતા સુમિત્રા મહાજનના 70માં જન્મોત્સવ દરમિયાન તિરંગાનું અમપાન કરવામાં આવ્યું. મંચની પાસે જ રંગોથી જમીન પર તિરંગો બનાવવા આવ્યો હતો અને આ તિરંગા પરથી અનેક લોકો પસાર થયા હતા પરંતુ તેમને રોકનારું કોઇ નહોતું.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

લાલુ પ્રસાદ યાદવ

પટનામાં એક કાર્યક્રમ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ ઉંઘી રહ્યા હતા અને રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું. જેના પર રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ તેમની આકરી નિંદા કરવામાં આવી.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

વંદે માતરમનું અપમાન

હજુ તાજેતરમાં જ એક વિશેષ સમુદાયના મંત્રી અને સાંસદે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું અને કહ્યું કે તે રાષ્ટ્રગીત નહીં ગાય શકે.

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

ભારતીય રાજકારણમાં ટોપ 10 અપમાન

રીતા બહુગુણા જોશી

બળાત્કારનો શિકાર યુવતીઓ માટે એક લાખ રૂપિયા આપવાની ઘોષણા પર ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને જવાબ આપતા કહ્યું કે યુપીના તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ રીતા બહુગુણા જોશીએ કહ્યું હતુ કે જો માયાવતી પોતાનો બળાત્કર કરાવી લે તો હું તેમને બે લાખ રૂપિયા આપીશ. જેના કારણે બસપાના કાર્યકર્તાઓએ રીતા જોશીના લખનઉ સ્થિત ઘર પર હંગામો કર્યો હતો.

English summary
'Top ten insults' is the trend on twitter, today. So we are discussing about some incidents those made our politicians shameful. Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more