For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરમાં સ્થિતિ બેકાબુ, પેટ્રોલ પંપથી લઈને એટીએમની બહાર સુધી લાઈનો

આખી કાશ્મીર ઘાટીમાં હાલમાં અફડા તફડીનો માહોલ છે. શુક્રવારે જ્યારથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારબાદથી સ્થિતિ વધુ બગડી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

આખી કાશ્મીર ઘાટીમાં હાલમાં અફડા તફડીનો માહોલ છે. શુક્રવારે જ્યારથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારબાદથી સ્થિતિ વધુ બગડી ગઈ છે. સરકાર તરફથી અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને તરત જ ઘાટી છોડી દેવા માટે કહેવામાં આવ્યુ છે. ત્યારબાદથી અહીંના નાગરિક વધુ પરેશાન થઈ ગયા છે અને શ્રીનગરના પેટ્રોલ પંપો ઉપરાંત એટીએમની બહાર ભીડ જોવા મળી રહી છે.

દરેક તરફ બસ ભીડ જ ભીડ

દરેક તરફ બસ ભીડ જ ભીડ

એક સ્થાનિક નાગરિકે જણાવ્યુ, ‘લોકો ગભરાયેલા છે. કાલથી પહેલા સુધી રાજ્યપાલ કહી રહ્યા હતા કે ગભરાવાની જરૂર નથી પરંતુ સ્થિતિ બગડી ગઈ છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે તે સ્થિતિ પર ચાલી રહેલી દુવિધાને ખતમ કરે અને બધુ સ્પષ્ટ કરે.' મુંબઈના રહેવાસી આશુતોષ મોદી જે કાશ્મીરમાં હતા તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે દરેક જગ્યાએ બસ ભીડ જ ભીડ છે. લોકોને સમજમાં નથી આવી રહ્યુ કે શું કરીએ. સરકાર તરફથઈ અમરનાથ તીર્થયાત્રીઓ અને પર્યટકો માટે એડવાઈઝરી સેનાની પ્રેસ કૉન્ફરન્સ બાદ જાહેર કરવામાં આવી. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ હતુ કે પાકિસ્તાનના આતંકી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની ફિરાકમાં છે. શ્રીનગરમાં રસ્તા પર ભીડ જ ભીડ છે અને એટીએમની બહાર લાંબી લાઈન લાગેલી છે.

એનઆઈટી શ્રીનગર નથી થયુ બંધ

વળી, બીજી તરફ શ્રીનગર સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી સાથે જોડાયેલા એક આદેશે પણ ઘણુ કન્ફ્યુઝન પેદા કર્યુ છે. આ આદેશ મુજબ ક્લાસિઝને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને છાત્રોને જવા માટે કહેવામાં આવ્યુ છે. શ્રીનગર ડીએમ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ રીતનો કોઈ પણ આદેશ આપવામાં આવ્યો નથી. શ્રીનગરમાં પહેલેથી જ બધી શાળા કોલેજ એક ઓગસ્ટ સુધી બંધ છે. શ્રીનગરના ડીસી ડૉક્ટર શાહીદ ઈકબાલે જણાવ્યુ છે કે ઈન્સ્ટીટ્યુટને બંધ કરવા કે આ રીતના કોઈ પણ આદેશ જાહેર કરવામાં આવ્યા નહોતા.

એક્સ્ટ્રા ફ્લાઈટ્સ થશે ઑપરેટ

એક્સ્ટ્રા ફ્લાઈટ્સ થશે ઑપરેટ

હવે આ તમામ સ્થિતિ બાદ ડીજીસીએ બધી એરલાઈન્સને એકસ્ટ્રા ફ્લાઈટ્સ ઑપરેટ કરવા માટે કહી દીધુ છે. ડીજીસીએ તરફથી અપાયેલ આદેશમાં બધી એરલાઈન્સને કહેવામાં આવ્યુ છે કે જરૂર પડવા પર એકસ્ટ્રા ફ્લાઈટ્સ ઑપરેટ કરવા માટે તૈયાર રહો. ડીજીસીએ તરફથી આ એડવાઈઝરી સેના તરફથી કરવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સ બાદ આવી. સેનાએ ઈન્ટેલીજન્સ ઈનપુટ્સનો હવાલો આપીને કહ્યુ હતુ કે પાકિસ્તાનના આતંકી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની ફિરાકમાં છે. સેના તરફથી આપવામાં આવેલી માહિતી બાદ જમ્મુ કાશ્મીરના પ્રશાસન તરફથી યાત્રીઓ અને પર્યટકોને જલ્દીમાં જલ્દી ઘાટી છોડવા માટે કહી દેવામાં આવ્યુ. ડીજીસીએ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી પીટીઆઈએ માહિતી આપી કે ડીજીસીએ બધી એરલાઈન્સને રેડી રહેવા માટે કહ્યુ છે.

આ પણ વાંચોઃ Friendship Day 2019: રાશિ મુજબ જાણો કોની સાથે થશે તમારી પાક્કી દોસ્તીઆ પણ વાંચોઃ Friendship Day 2019: રાશિ મુજબ જાણો કોની સાથે થશે તમારી પાક્કી દોસ્તી

English summary
Total chaos in Kashmir valley, panicked people can be seen from Petrol Pump to outside ATMs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X