શું પીએમ, યુકેમાં દાઉદની 1000 કરોડની સંપત્તિ સીઝ કરાવશે!

Posted By:
Subscribe to Oneindia News

પોતાની પહેલી UAE યાત્રા દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીએ UAE ઓથોરીટીને અનુરોધ કરીને ત્યાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ અને તેના સાથીઓની સંપતિને સીઝ કરાવી હતી. ત્યારે હવે બ્રિટન મુલાકાત પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ દાઉદ માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. સમાચાર મળી રહ્યાં છેકે ભારતના અનુરોધ બાદ હવે યુકેમાં પણ દાઉદની 1000 કરોડની સંપતિને સીઝ કરવામાં આવશે.

જાણો: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમના 25 નામ

ઇડીને જાણકારી મળી
ભારતને યુકેમાં દાઉદની સંપતિ અંગે વિસ્તારથી જાણકારી મળી ગઇ છે. હવે ભારત યુકેની એજન્સીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. જેથી વહેલામાં વહેલી તકે દાઉદ વિરૂદ્ધ કોઇ સખત પગલા ભરી શકાય. મહત્વપૂર્ણ છેકે યુકેમાં દાઉદનું સામ્રાજ્ય તેની નજીકના મનાતા ઇકબાલ મિર્ચીએ તૈયાર કર્યું છે.

ગુજરાતી ચેનલ સાથેની વાતચીતમાં દાઉદે કહી પોતાના મનની વાત

dawood ibrahim

જો કે મિર્ચીનું વર્ષ 2013માં મોત થઇ ગયુ છે. આયકર વિભાગ અને ઇડી આ અંગે તમામ તપાસ કરી રહ્યાં છે, સાથે જ યુકેની એજન્સીઓને આ અંગે માહિતગાર પણ કરવામાં આવી છે.

ઇડીના સુત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ ઇડીને દુનિયાભરમાં ફેલાયેલી દાઉદની સંપતિ અંગે જાણકારી મળી ગઇ છે. અને તેમાંથી લગભગ 10 સંપતિ યુકેમાં છે. જેની કિંમત 1000 કરોડ રૂપિયા થાય છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે નવેમ્બર મહિનામાં યુકેનો પ્રવાસ કરશે ત્યારે અધિકારીઓ સાથે આ અંગે વાતચીત કરશે.

દાઉદ ઇબ્રાહિમ પર એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ

યુકેમાં દાઉદની સંપતિની માહિતી
1). હર્બર્ટ રોડ
2). સેન્ટ જૉન વુડ રોડ
3). હોનચર્ચ રોડ
4). અસેક્સ
5). રીચમંડ રોડ
6). ટૉમ્સવુડ રોડ
7). ચિગવિલ
8). રો હૈંપટન હાઇ સ્ટ્રીટ, લંડન
9). લૈંસલેટ રોડ
10). થાર્ટન રોડ
11). સ્પાઇટલ સ્ટ્રીટ, ડૉર્ટફોર્ડ

દુનિયાભરમાં ડૉનનું સામ્રાજ્ય
1). દુનિયાભરમાં ડી ગેંગની સંપતિ લગભગ 3000 કરોડ છે.
2). મોરક્કો, સ્પેન, UAE, સિંગાપોર, થાઇલેન્ડ, સાઇપ્રસ, તુર્કી, ભારત, પાકિસ્તાન, અને યુનાઇટેડ કિગંડમ સુધી દાઉદની સંપતિ ફેલાયેલી છે.
3). 10 દેશોમાં 50 પ્રકારની સંપતિ ડી ગેંગ પાસે છે.
4). બધી જ સંપતિને બેનામ ખરીદવામાં આવી છે.
5). ઇકબાલ મિર્ચીએ મુંબઇ અને યુકેમાં ડૉન માટે સંપતિ ખરીદી હતી.
6). જો ઇડીનું માનીએ તો ડી ગેંગની મુંબઇમાં 9 સંપતિ છે.
7). ઇડીને આ કામમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મદદ પણ મળી રહી છે.
8). લગભગ 20 ખાતાઓ પર ઇડીની ચાંપતી નજર છે.
9). આ ખાતાઓ દ્વારા 20 કંપનીઓ સાથે પૈસાની લેવડદેવડ થઇ છે.

English summary
After successfully locating properties owned by Dawood Ibrahim and his henchmen in the UAE, India has now managed to get list of his assets in the United Kingdom which is worth around Rs 1,000 crore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.