For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, વિશેષજ્ઞોએ પર્યટકોને ગણાવ્યા જવાબદાર

જમ્મુ કાશ્મીર પ્રશાસન કોરોના સામે લડી રહ્યુ છે એવા સમયમાં ઘાટીમાં પર્યટકોની વધતી સંખ્યા અધિકારીઓ માટે મુશ્કેલીનુ કારણ બની રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ છેલ્લા અમુક દિવસોમાં દેશમાં કોરોનાના કેસોમાં તેજી જોવા મળી છે. ભારતનુ સ્વર્ગ કહેવાતુ જમ્મુ કાશ્મીર પણ આનાથી અળગુ નથી રહ્યુ. ત્યાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. વધતા કેસોએ ઘાટીમાં એક વાર ફરીથી ખતરાની ઘંટી વગાડી દીધી છે. એક તરફ જ્યાં જમ્મુ કાશ્મીર પ્રશાસન કોરોના સામે લડી રહ્યુ છે એવા સમયમાં ઘાટીમાં પર્યટકોની વધતી સંખ્યા અધિકારીઓ માટે મુશ્કેલીનુ કારણ બની રહ્યુ છે.

મ્યુટેડ સ્ટ્રેનની ઉપસ્થિતિ

મ્યુટેડ સ્ટ્રેનની ઉપસ્થિતિ

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે, 'મહારાષ્ટ્ર સહિત દેશના 18 રાજ્યોમાં કોરોનાનો મ્યુટેડ સ્ટ્રેન જોવા મળ્યો છે અને પર્યટકોના અહીં આવવાથી આ મ્યુટેડ સ્ટ્રેનના અહીં પહોંચવાની સંભાવના છે. જો કે અત્યાર સુધી આવો કોઈ કેસ ઘાટીમાં જોવા મળ્યો નથી. બુધવારે આરોગ્ય વિભાગના નિર્દેશક મુશ્તાક રાથરે કહર્યુ કે બહારથી આવેલા અમુક પર્યટકો અને સ્થાનિક લોકો પાસેથી લેવામાં આવેલ સેમ્પલમાં મ્યુટેડ સ્ટ્રેનની ઉપસ્થિતિ મળી હતી જેમાંથી પાંચમાં યુકે સ્ટ્રેન, 2માં દક્ષિણ કોરિયાઈ સ્ટ્રેન અને 1માં બાંગ્લાદેશી સ્ટ્રેન મળ્યો હતો. જો કે બાદમાં તેમણે સ્પષ્ટ કર્યુ કે આ શંકાસ્પદ કેસ હતા અને લેબ રિપોર્ટમાં આમાંથી કોઈ પણ સ્ટ્રેનની પુષ્ટિ થઈ નથી.

આરટી-પીસીઆર રિપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવે તો સંક્રમણ ઘટાડી શકાય

આરટી-પીસીઆર રિપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવે તો સંક્રમણ ઘટાડી શકાય

વળી, મુખ્ય આંતરિક અને પલ્મોનરી મેડિસિન વિશેષજ્ઞ ડૉ. પરવેઝ કૉલે કહ્યુ, 'અમે નિયમિત રીતે જિનોમ સીક્વેસિંગ નથી કરી રહ્યા. માટે જોવા માટે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. દેશમાં કોરોના વાયરસ વેરિઅન્ટ ઝડપથી વધી રહ્યો છે અને આપણે આનાથી નથી શકતા. કેસ વધી રહ્યા છે પરંતુ આપણે નિશ્ચિત રીતે એ ન કહી શકીએ કે વેરિઅંટની જમ્મુ કાશ્મીરમાં એન્ટ્રી થઈ ચૂકી છે કે નહિ.' તમને જણાવી દઈએ કે જિનોમ સીક્વેસિંગ મ્યુટેડ સ્ટ્રેન વિશે જાણવા માટેની કારગર રીત છે. ડૉ. કૌલ કહે છે કે ઘાટીમાં આવતા પર્યટકોની સંખ્યા સારી એવી છે અને પ્રશાસન તરફથી કોઈને પણ આરટી-પીસીઆર રિપોર્ટ સાથે લાવવા માટે કહેવામાં આવ્યુ નથી. પરંતુ તેને જરૂરી કરી દેવામાં આવે તો સંક્રમણને ઘટાડી શકાય છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને ખબર પડે કે તેને કોરોના છે ત્યાં સુધી તે ઘણા લોકોના સંપર્કમાં આવી ચૂક્યો હોય છે.

જમ્મુ કાશ્મીરમાં કોરોનાના

જમ્મુ કાશ્મીરમાં કોરોનાના

બુધવારે જમ્મુ કાશ્મીરમાં કોરોનાના 373 નવા કેસ સામે આવ્યા. આ સંખ્યા ગયા વર્ષે ડિસેમ્બર બાદ એક દિવસની સૌથી વધુ સંખ્યા છે. આ કેસમાં ખાલી કાશ્મીરથી 300 કેસ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 4 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં કાશ્મીર સંભાગમાં 3 મોત શામેલ છે. વળી, રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 2531 થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 3500 નવા સંક્રમિત કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે રોજ લગભગ 200-300 કેસ સામે આવી રહ્યા છે. નવા સંક્રમિત કેસોમાં શ્રીનગર સૌથી વધુ પ્રભાવિત થયુ છે. અહીં કોરોનાના 159 નવા કેસ સામે આવ્યા છે જેમાં 44 પર્યટક શામેલ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર જમ્મુ કાશ્મીરમાં કોરોનાની પહેલી રસી 30 માર્ચ સુધી 6,34,953 લોકોને લગાવવામાં આવી ચૂકી છે જ્યારે 1,42,895 લોકોને રસીકરણનો બીજો ડોઝ પણ આપવામાં આવી ચૂક્યો છે.

English summary
Tourists responsible for rising corona cases in Jammu and Kashmir says experts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X