Train Accident : ભારતમાં વધુ એક રેલ અકસ્માત, અગરતલા-લોકમાન્ય ટર્મિનસ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
Train Accident : નરેન્દ્ર મોદી સરકારમાં ભારતીય રેલવેને ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. ભારતમાં એક પછી એક ટ્રેન અકસ્માતો વચ્ચે વધુ એક ટ્રેન પાટા પરથી ઉતરી છે.
અહેવાલો અનુસાર, આસામના ડિબ્લોંગ સ્ટેશન ઉપર અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, કોઈ મોટી દુર્ઘટના કે ઈજા થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
ANI અનુસાર, આજે સવારે અગરતલાથી નીકળેલી 2520 અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ લુમડિંગ ડિવિઝન હેઠળના ડિબ્લોંગ સ્ટેશન પર લુમડિંગ-બદરપુર હિલ સેક્શનમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનની પાવર કાર અને એન્જિન સહિત 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
નોર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલ્વે સીપીઆરઓ અનુસાર, કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાઓ નોંધાઈ નથી. અકસ્માત રાહત ટ્રેન અને અકસ્માત રાહત મેડિકલ ટ્રેન બચાવ અને પુનઃસ્થાપન કામગીરી પર દેખરેખ રાખવા ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ લુમડિંગથી સ્થળ તરફ રવાના થયા છે.












Click it and Unblock the Notifications
