વિશ્વના ટોપ 10 જોવાલાયક સ્થળોમાં તાજમહેલને મળ્યું 5મું સ્થાન

Subscribe to Oneindia News

પ્રેમના પ્રતિક ગણાવામાં આવતા તાજમહેલનું નામ વિશ્વના ટોપ દસ જોવાલાયક સ્થળોમાં શામેલ કરવામાં આવ્યું છે. હાલમાં કરાયેલા એક સર્વેમાં તાજમહેલને વિશ્વનાં 10 જોવાલાયક સ્થળોમાં પાંચમું સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં ધ ગ્રોટ વોલ ઓફ ચાઇના 7મા સ્થાને છે.

taj mahal

'ટોપ 10 ટ્રાવેલર્સ ચોઇસ એવોર્ડ' (લેન્ડમાર્ક) માં તાજમહેલ

વિશ્વના મુખ્ય આશ્ચર્યોમાંના એક સફેદ આરસમાંથી બનેલ આગ્રાના તાજમહેલ 'ટોપ 10 ટ્રાવેલર્સ ચોઇસ એવોર્ડ'(લેન્ડમાર્ક) માં ઉમેરવામાં આવ્યું છે. તાજમહેલ ભારતનું એકમાત્ર એવું જોવાલાયક સ્થળ છે, જેને ટોપ 10 યાદીમાં સ્થાન મળ્યું છે. 'ટોપ 10 ટ્રાવેલર્સ ચોઇસ ઍવોર્ડ' (લેન્ડમાર્ક)ની આ યાદીમાં કંબોડિયાનું અંકોરવાટ હિંદુ મંદિર પ્રથમ સ્થાને છે. એ પછી અબુ ધાબીમાં સ્થિત શેખ જાએદ ગ્રાંન્ડ મસ્જિદ સેન્ટર, સ્પેનનું મેજક્યુટા કેથેડ્રલ ડે કોર્ડોબા અને ઇટલીના વેટિકન શહેરમાં સ્થિત સેન્ટ પીટર્સ બાસિલિકા નું નામ આવે છે.

આ ઉપરાંત રશિયાનાં સેન્ટ પીટ્સબર્ગમાં સ્થિત ચર્ચ ઓફ ધ સેવિયર ઓન સ્પીલ્ડ બ્લડ છઠ્ઠા નંબર પર છે. ચીનની ગ્રેટ વોલ આ યાદીમાં સાતમાં નંબરે છે. પેરૂનું માચુ પિચ્છુ આઠમા નંબરે, નવમા નંબરે સ્પેનનો પ્લાઝા દે એસ્પાના અને ઇટલીનો ડુઓમો દી મિલાનો દસમા ક્રમે છે. જો કે, એશિયાની યાદીમાં પહેલા નંબરે કંબોડિયાના અંકોરવાટ મંદિર પછી તાજમહેલ બીજા ક્રમે આવે છે. ટ્રીપએડવાઇઝર ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર નિખિલ ગંજૂએ જણાવ્યું હતું કે, ભારતમાં અનેક નોંધપાત્ર સ્થળો છે, જ્યાંની યાત્રાથી દેશના સમૃદ્ધ ઇતિહાસને જાણવાની તક મળે છે.

English summary
Travellers choice: Taj Mahal only Indian monument to figure in top 10 global landmarks..
Please Wait while comments are loading...