For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં પાસ થયું ટ્રિપલ તલાક બિલ, કોંગ્રેસ જદયૂ, ટીએમસીનું વૉકઆઉટ

લોકસભામાં પાસ થયું ટ્રિપલ તલાક બિલ, કોંગ્રેસ જદયૂ, ટીએમસીનું વૉકઆઉટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ, 2019 લોકસભામાં પાસ થઈ ગયું છે. ગુરુવારે લાંબી ચર્ચા બાદ લોકસભાએ આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર બનાવે છે અને આવું કરવા પર પતિને ત્રણ વર્ષ સુધીની સજાનું પ્રાવધાન આપે છે.

loksabha

લોકસભામાં વિપક્ષની વધુ પડતી પાર્ટીઓએ બિલનો વિરોધ કર્યો. જ્યારે ભાજપની સહયોગી જદયૂએ પણ બિલ પસંદ ન આવ્યું. કોંગ્રેસ, ટીએમસી, ટીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ અને જદયૂએ ોટિંગથી પહેલા સદનમાં બિલના વિરોધમાં વૉકઆઉટ કર્યું. જે બાદ વોટિંગ કરાવવામાં આવ્યું. બિલના પક્ષમાં 303 વોટ, જ્યારે વિરોધમાં 82 મત પડ્યા. એનડીએ ઉપરાંત બીજેડીએ પણ બિલના પક્ષમાં વોટ નાખ્યા. બિલ પર સંશોધન પર હૈદરાબાદ અસાદુદ્દીન ઓવૈસી તરફથી લાવવામાં આવેલ બે સંશોધનોને સદનને ધ્વનિમતથી ફગાવી દીધા. એન કે પ્રેમચંદ્રનના સંશોધન પ્રસ્તાવને પણ ફગાવી દેવામાં આવ્યો.

આ બિલના મુખ્ય પ્રાવધાનોમાં ટ્રિપલ તલાક એ બિદ્દતને ખતમ કરવા, ટ્રિપલ તલાકને સંજ્ઞાય અપરાધ માનવા, પતિને ત્રણ વર્ષ સુધીની સજાનું પ્રાવધાન છે. મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળમાં પણ આ બિલને લાવી હતી પરંતુ રાજ્યસભામાં બિલ અટક્યા બાદ આના પર ફરીથી અધ્યાદેશ લાવવો પડ્યો હતો.

ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું કે પત્નીને સાંભળ્યા બાદ બિલ પર ફેસલો એટલા માટે લેવામાં આવશે કેમ કે તેનાથી સમજૂતીનો મોકો રહેશે. જો કોઈ ત્યારે જ ટ્રિપલ તલાક ન આપવાની વાત કબૂલશે તો તેને છોડી દેવામાં આવશે જો ટ્રિપલ તલાક આપશે તો જેલ જશે. તેમણે કહ્યું કે ટ્રિપલ તલાકથી લગ્ન નહિ ટૂટે માટે પતિને જેલમાં રહેતા ભરણપોષણ ભથ્થુ આપવાનું પ્રાવધાન લાવવામાં આવ્યું છે.

બિલના વિરોધમાં બોલતા એઆઈએમઆઈએમ સાંસદ અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું જ્યાં સુધી જીવતો રહિશ ત્યાં સુધી આ બિલનો વિરોધ કરતો રહીશ. ટીડીપીના જયદેવ ગલ્લાએ કહ્યુ્ં કે પત્નીને છોડવા પર શું ક્રિશ્ચિયન કે હિન્દુ પતિએ જેલ જવું પડશે? મુસ્લિમ પુરુષને પત્નીને છોડી દેવા પર જેલ મોકલવાનું પ્રાવધાન કેમ છે? આરએસપીના એન કે પ્રેમચંદ્રને કહ્યું કે, સરકાર આ મુદ્દે કાનૂન કેમ લાવી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે આવું કરવાનો નિર્દેશ પણ નથી આપ્યો? મૉબ લિંચિંગ પર કાનૂન કેમ નથી બનાવવામાં આવી રહ્યો?

MPમાં વધ્યું રાજકિય નાટક, હવે કમ્પ્યૂટર બાબા બોલ્યા- તેમની પાસે ભાજપના 4 ધારાસભ્ય MPમાં વધ્યું રાજકિય નાટક, હવે કમ્પ્યૂટર બાબા બોલ્યા- તેમની પાસે ભાજપના 4 ધારાસભ્ય

English summary
triple talaq bill passed in the Lok Sabha, Congress, JDU, TMC walked out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X