
સબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવી
કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓની એન્ટ્રી અંગે ચાલી રહેલ વિવાદ વચ્ચે શુક્રવારે મંદિરનના દ્વાર ફરીથી ખુલી ગયા છે. આ દરમિયાન ભૂમાતા બ્રિગેડની સંસ્થાપક અને સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈ માટે હોબાળો સર્જાયો છે. તે શુક્રવારે સવારે સબરીમાલા મંદિરમાં દર્શન માટે કોચ્ચિ પહોંચ્યા છે પરંતુ તેમને એરપોર્ટ પર જ રોકી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તૃપ્તિ દેસાઈએ એલાન કર્યુ હતુ કે તેઓ આજે મંદિરમાં પ્રવેશ કરશે અને ભગવાન અયપ્પાના દર્શન કરશે.
આ પણ વાંચોઃ એકબીજાના થયા દીપવીર, શેર કર્યો પહેલો ફોટો, સ્વાગત માટે મુંબઈનું ઘર સજાવાયુ
|
તૃપ્તિ દેસાઈને એરપોર્ટથી બહાર નીકળવા નથી દેતી પોલિસ
તૃપ્તિને એરપોર્ટ પર રોકી દેવાની સૂચના બાદ એરપોર્ટના બહાર અરાઈવલ લોન્જમાં સેંકડોની સંખ્યામાં લોકો જમા થયા છે. ત્યાં હાજર લોકો તૃપ્તિના આવવાનો વિરોધ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે કોઈ પણ કિંમતે તૃપ્તિને મંદિરની અંદર ઘૂસવા દેવામાં નહિ આવે. તૃપ્તિનો વિરોધ સતત થઈ રહ્યો હતો એટલા માટે અહીં આવતા પહેલા તેમણે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને એક પત્ર લખીને સુરક્ષાની માંગ કરી છે.

‘વિરોધીઓની લાશ પરથી પસાર થવુ પડશે તૃપ્તિને'
એરપોર્ટન બહાર પ્રદર્શન કરી રહેલો લોકો તૃપ્તિના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો દેસાઈ મંદિરમાં એન્ટ્રી કરવાની કોશિશ કરશે તો તેમને વિરોધીઓની લાશ પરથી પસાર થવુ પડશે.

‘માઠા પરિણામો ભોગવવા' ની ધમકીઓ
તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરના દ્વારા આજે સવારે 5 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તૃપ્તિ દેસાઈ પોતાના સાથીઓ સાથે મંદિર જવા માટે કોચ્ચિ પહોંચી છે. તેમને કેરળ આવવા પર માઠા પરિણામો ભોગવવાની ધમકી મળી ચૂકી છે. ઘણા લોકોએ આત્મહત્યાની ધમકી પણ આપી છે.

શનિ શિંગણાપુર મંદિર
તમને જણાવી દઈએ કે તૃપ્તિ ઘણા સમયથી મહિલાઓના મંદિરોમાં ભેદભાવ અંગે એક અભિયાન ચલાવી રહી છે. થોડા સમય પહેલા તેમના દ્વારા 400 વર્ષ જૂની શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે અવાજ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચોઃ સ્પેસ ટેક્નોલોજી મદદથી ગંગાની સફાઈ થશે