અપહરણ કરીને કિશોરી સાથે ગેંગરેપ, આ મહિને પીડિતાના લગ્ન હતા
સંજલી હત્યાકાંડને કોઈ ભૂલી શક્યું ના હતું ત્યાં જ ફરી એકવાર યુપીના આગ્રામાં કંપારી છોડાવે તેવી ઘટના સામે આવી છે.
સંજલી હત્યાકાંડને કોઈ ભૂલી શક્યું ના હતું ત્યાં જ ફરી એકવાર યુપીના આગ્રામાં કંપારી છોડાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવતીનું અપહરણ કરી ગેંગરેપ કર્યા પછી તેને જીવતી સળગાવવાની કોશિશ કરવામાં આવી છે. સૂચના પર પહોંચેલી પોલીસે યુવતીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલી આપી છે. પોલીસે જણાવ્યું કે પીડિતાના પિતાની ફરિયાદ પર ત્રણે આરોપીઓ સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. પોલીસ આરોપીઓને પકડવા માટે પૂરતા પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: 125 મહિલાઓ, યુવતીઓ સાથે રેપ, બાળકીઓને પણ નહીં છોડી

યુવતીનો ગેંગરેપ કર્યો
મળતી જાણકારી અનુસાર આખો મામલો અછનેરા ચોકી વિસ્તારમાં આવેલા એક ગામનો છે. પીડિતાના પરિજનો ઘ્વારા જણાવ્યા અનુસાર આ ઘટના જાન્યુઆરી મહિનાની છે. તેમને જણાવ્યું કે તેમની દીકરી સવારે ઘરેથી રોજ મુજબ બહાર જઈ રહી હતી ત્યારે ગામના જ ત્રણ યુવકો તેના પર શાલ નાખીને તેને ખેંચીને લઇ ગયા. તેમને વારાફરતી યુવતીનો ગેંગરેપ કર્યો. રેપ કર્યા પછી ત્રણે આરોપીઓએ યુવતીને ધમકાવી. જયારે પીડીતાએ ફરિયાદ કરવાની વાત કહી ત્યારે યુવકો ગુસ્સામાં આવી ગયા. તેમને યુવતીના કપડાને આગ લગાવી અને તેને સળગતી છોડીને ચાલ્યા ગયા. યુવતીએ ભીના ખેતરમાં આળોટીને આગ ઓલવી.

ગામના મંદિર પાસે નગ્ન અને સળગેલી હાલતમાં મળી
આપને જણાવી દઈએ કે જયારે યુવતી ઘણા સમય સુધી ઘરે નહીં આવી ત્યારે પરિજનો તેને શોધવા માટે નીકળ્યા. ત્યારે તે ગામના મંદિર પાસે નગ્ન અને સળગેલી હાલતમાં મળી આવી. પીડિતાના પરિજનોએ ઘરે જ તેનો ઉપચાર કર્યો. આ મામલે એસએસપી અમિત પાઠકે જણાવ્યું કે પીડિતાના પરિજનોની ફરિયાદ પર ત્રણે આરોપી સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. હાલમાં પોલીસ આરોપીઓને પકડવા માટે પૂરતા પ્રયાસ કરી રહી છે.

આ મહિને લગ્ન થવાના હતા
આપને જણાવી દઈએ કે પીડિતાના આ મહિનાનાં અંતમાં લગ્ન થવાના હતા. આરોપી યુવકોને તેના વિશે પહેલાથી જ જાણકારી હતી. તેઓ યુવતીને પહેલાથી જ ધમકી આપી રહ્યા હતા. આરોપીઓએ લગ્ન પહેલા જ આ હરકતને અંઝામ આપ્યો.












Click it and Unblock the Notifications
