For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TVF CEO અરુણાભ કુમાર પર જાતીય સતામણીનો બીજો કેસ દાખલ

ટીવીએફના ફાઉન્ડર અને સીઇઓ વિરુદ્ધ 20 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટ્રેસ દ્વારા જાતીય સતામણીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અરુણાભની તપાસ કરી રહી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

મુંબઇ ના વર્સોવા પોલીસ મથકમાં ઇન્ટરનેટ એન્ટરટેઇન્મેન્ટ ચેનલ ધ વાયરલ ફીવરના સીઇઓ અરુણાભ કુમાર વિરુદ્ધ જાતીય સતામણી નો બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટીવીએફના આ ફાઉન્ડર અને સીઇઓ વિરુદ્ધ એક દિવસ પહેલાં જ આ કંપનીની ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ પણ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ અંગે જણાવ્યું કે, 20 વર્ષની એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ દ્વારા અરુણાભ કુમાર વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ નોંધાવવામાં આવતા, અરુણાભ પર ઇન્ડિયન પીનલ કોડની કલમ 354 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

arunabh kumar

ડીસીપી અરુણ ચવને કહ્યું કે, પીડિતાના કહેવા અનુસાર આ ઘટના વર્ષ 2014માં મુંબઇના વર્સોવા વિસ્તારમાં ઘટી હતી. અરુણાભ કુમારની શોધ માટે એક પોલીસ ટીમની રચના કરવામાં આવી છે, આ ટીમ સીઇઓની ધરપકડના અભિયાન પર કામ કરશે.

અન્ય એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, આ ઘટનાના સંદર્ભમાં ટીવીએફના તમામ કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી ઠોસ પુરાવા મળી શકે. ટીવીએફના કર્મચારીઓ સાથે વાત કરવાના અમારા પ્રયાસો ચાલુ છે. તેમણે આગળ જણાવ્યું કે, આ મામલે અરુણાભને જામીન નહીં મળે, આ બિન-જામીનપાત્ર અપરાધ છે, તેમની ધરપકડ કરવામાં આવશે.

અહીં વાંચો - TVF CEO વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલઅહીં વાંચો - TVF CEO વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ

અરુણાભ વિરુદ્ધનો પહેલો કેસ

ઉલ્લેખનીય છે કે, ટીવીએફમાં 2 વર્ષ કામ કરી ચૂકેલી એક ભૂતપૂર્વ મહિલા કર્મચારી દ્વારા પણ અરુણાભ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવવામાં આવી હતા. આ કેસ મુંબઇના અંધેરી ઇસ્ટ પોલીસ મથક ખાતે નોંધવામાં આવ્યો છે. મહિલા કર્મચારીનો આરોપ છે કે, અરુણાભ દ્વારા સતત બે વર્ષ તેમની જાતીય સતામણી અને યૌન શેષણ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ માર્ચ મહિનામાં તા.12ની આસપાસ આ મહિલા કર્મચારીઓ બ્લોગ પોસ્ટ દ્વારા પોતાની આપનીતી વર્ણવી હતી, બ્લોગ ખૂબ વાયરલ થયો હતો. આ બ્લોગમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2014માં આ કંપની જોઇન કર્યાના પહેલા માસથી જ તેનું યૌન શોષણ કરવામાં આવ્યું છે, જે 2016 સુધી ચાલ્યું હતું. આ પોસ્ટ વાયરલ થતાં લગભગ 50 જેટલી મહિલાઓએ સોશયિલ મીડિયા પર અરુણાભ વિરુદ્ધ આ રીતના જ આરોપ લગાવ્યા હતા.

English summary
TVF CEO Arunabh Kumar booked for another molestation case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X