ચિદંબરમના પુત્રની તુલના વાઢેરા સાથે કરનારી ધરપકડ

chidambaram-karthi
પોંડીચેરી, 31 ઑક્ટોબર: નાણામંત્રી પી ચિદંમબરના પુત્ર અંગે ટ્વિટ કરનાર ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે. 46 વર્ષિય એસ રવિ પર આક્રમક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 19 ઑક્ટોબરે રવિએ આ ટ્વિટ કરી હતી. તેમને કહ્યું હતું કે ચિદંમબરમના પુત્ર કર્તીએ રોબર્ટ વાઢેરા કરતાં પણ સંપત્તિ જમા કરી લીધી છે.

તે દિવસે ચિદંમબર વિશે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે 'એક તમિળ હોવાના નાતે મને ખૂબ ખરાબ લાગે છે કે મે પી.ચિદંમબરને રાષ્ટ્રીય રાજકારણમાં મોકલ્યા. રવિ પોંડીચેરીમાં ઇન્ડિયા અગેન્ટ કરપ્શનની ગતિવિધીઓમાં જોરશોરથી ભાગ લઇ રહ્યાં છે.

પોંડીચેરી પોલીસનું કહેવું છે કે કર્તીએ રવિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આઇટી એક્ટની કલમ નંબર 66 (1) હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં જ્યાં ચીફ જુડિશલ મેજિસ્ટ્રેટ વેંકટકૃષ્ણાએ તેમને જામીન આપી દિધા હતા. જો રવિ ગુનેગાર સાબિત થયા હોત તો તેમને ત્રણ વર્ષની જેલ અથવા બે લાખના દંડની સજા થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X