જગન કેસમાં આંધ્રના બે આરોપીએ રાજીનામા આપ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આરોપી મંત્રીઓએ કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્દેશ પર પોતાનું રાજીનામુ આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રી સવિતા રેડ્ડી અને માર્ગ અને મકાન મંત્રી રાવે રવિવારે સાંજે મુખ્યમંત્રી સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં તેમણે પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મુખ્યમંત્રીના કાર્યકારી કાર્યલયમાંથી પોતાની ખાનગી કાર્સમાં બહાર નીકળ્યા હતા. જો કે તેમના રાજીનામા અંગે સીએમઓમાંથી કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સૂત્રોના સંકેત અનુસાર તેમના રાજીનામાને મંજૂર કરવા માટે રાજ્યપાલ ઇ એસ એલ નર્સિમ્હનને મોકલી દેવામાં આવશે. સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બેઠક દરમિયાન સમજવામાં આવશે કે કિરણ કુમાર રેડ્ડીને કહેવામાં આવ્યું કે તેઓ આરોપી મંત્રીઓને દૂર કરશે.












Click it and Unblock the Notifications
