For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ વર્ષના પહેલા દિવસે નૌશેરામાં એનકાઉન્ટર, સેનાના 2 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં એક એનકાઉન્ટરમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

સેના માટે વર્ષ 2020નો પહેલો દિવસ ખરાબ સમાચાર લઈને આવ્યો. જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં એક એનકાઉન્ટરમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. એનકાઉન્ટર ચાલુ છે અને આ સમાચાર પર હાલમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આતંકી કયા સંગઠન સાથે જોડાયેલા છે એ વિશે હાલમાં કોઈ સૂચના નથી. નૌશેરા સેક્ટર, જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવે છે.

nowshera encounteer

એનકાઉન્ટ એ સમયે શરૂ થયુ જ્યારે સેના તરફથી સર્ચ એન્ડ કૉર્ડન ઑપરેશન એટલે કે કાસો લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. આ સમયે આતંકીઓ તરફથી સુરક્ષાબળો પર ફાયરિંગ કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દિલ્લીમાં જનરલ મનોજ મુકુંદ નરવાણેએ સેનાના 28માં આર્મી ચીફ તરીકે કમાન સંભાળી છે. વળી, જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસની જવાબદારી લેશે.

આ પણ વાંચોઃ પંચક કેલેન્ડર 2020: જાણો વર્ષ 2020માં ક્યારે ક્યારે આવશે 'પંચક'આ પણ વાંચોઃ પંચક કેલેન્ડર 2020: જાણો વર્ષ 2020માં ક્યારે ક્યારે આવશે 'પંચક'

English summary
two jawans died on the first day 2020 in an encounter in Nowshera sector Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X