સજ્જન કુમાર સામે સિખોનું વિરોધ પ્રદર્શન, બે મેટ્રો સ્ટેશન્સ બંધ

સિખ પ્રદર્શનકારીઓ હાથમાં જે પ્લેકાર્ડ લઇને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા તેમાં લખ્યું હતું કે "1984ના પીડિતોને યોગ્ય ન્યાય આપો અને દોષીઓને ફાંસીએ લટકાવો". તેમણે દિલ્હી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવેલા સજ્જનકુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સમગ્ર સ્થિતિ અંગે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું કે "અમારે તિલક નગર અને સુભાષ નગર મેટ્રો સ્ટેશન્સના એન્ટ્રી ગેટ બંધ કરવા પડ્યા હતા. દેખાકારો બેકાબૂ બન્યા હતા. દેખાવકારોએ સ્ટેશનમાં પ્રવેશ કરી અંદાજે 12.45 વાગે ટ્રેક પર ચડી ગયા હતા. આવા અચાનક વિરોધના કારણે એક ટ્રેનને 10 મીનિટ સુધી રોકી રાખવી પડી હતી."
અધિકારીએ જણાવ્યું કે બંને સ્ટેશન્સના મુખ્ય દરવાજાઓને બંધ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ)ના જણાવ્યા અનુસાર અંદાજે 60 જેટલા દેખાવકારો મેટ્રો સ્ટેશનમં ઘૂસીને પાટા પર ચઢી ગયા હતા. આ કારણે થોડા સમય સુધી ટ્રેન ઉભી રાખવી પડી હતી.












Click it and Unblock the Notifications
