આશ્ચર્યમ્! ઉત્તર પ્રદેશના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉતાર્યા કપડા
લખનઉ, 19 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એકવાર ફરી શરમજનક ઘટના ઘટવા પામી છે. ઉત્તર પ્રદેશની વિધાનસભામાં આજે એવી ઘટના ઘટી જે આ પહેલા ક્યારેય ઘટી નથી. આરએલડીના વિધાયક વીર પાલ રાઠી અને સુરેશ શર્માએ વિધાનસભામાં પોતાના કપડા ઉતારી દીધા.
આ ધારાસભ્યોએ ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું કે રાજ્યમાં સરકારની નીતિઓના કારણે ગરીબ મજદૂરના શરીર પર કપડાં નથી રહ્યા. અને પોતાની વાત રાખતા આ ધારાસભ્યોએ પોતાના કપડા ઊતારી દીધા અને બેનર લઇને વિરોધ નોંધાવ્યો.
જ્યારે બીએસપીના વિધાયકોએ પણ જોરદાર હોબાળો મચાવ્યો. પ્રદેશમાં કાયદા વ્યવસ્થા, શેરડીના ખેડૂતોને ચૂકવણી અને સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા હાથમાં પોસ્ટર લઇને વિધાયક પ્રદર્શન કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં થયેલા ભારે હોબાળા અને ધમાલની વચ્ચે વિધાનસભાની કાર્યવાહી થોડીવાર માટે સ્થગિત કરવી પડી હતી.













Click it and Unblock the Notifications
