For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિત્રની લાશ લઈ 28 દિવસ સમુદ્રમાં ભટકતો રહ્યો, ઓરિસ્સામાં કાંઠો મળ્યો

મિત્રની લાશ લઈ 28 દિવસ સમુદ્રમાં ભટકતો રહ્યો, ઓરિસ્સામાં કાંઠો મળ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્યારેક ક્યારેક કિસ્મત તમને કેવી મુસિબતમાં ફસાવી મૂકે છે તે કોઈ નથી જાણતું. અંદામાન નિકોબારના રહેવાસી બે મિત્ર અમૃત કુજૂર (49) અને દિવ્યરંજનને પણ અંદાજો નહોતો કે 28 સપ્ટેમ્બરનો દિવસ તેમની જિંદગીમાં કેવું તોફાન લાવી દેશે. સમુદ્રમાં જતા જહાજોમાં કરિયાણું અને ખાવા-પીવાનો સામાન રાખવાનું કામ કરતા આ મિત્રો દરરોજની જેમ આ દિવસે પણ પોતાના રાબેતા મુજબના કામ માટે ઘરેથી નિકળ્યા હતા. તેઓ નહોતા જાણતા કે એ દિવસે તેમની સામે આફતનો પહાડ ઉભો થઈ જશે.

સમુદ્રમાં તોફાનનો સામનો

સમુદ્રમાં તોફાનનો સામનો

અમૃત કુજૂર અને દિવ્યરંજન રાબેતા મુજબ પોતાના કામ માટે હોડી લઈ હિંદ મહાસાગરમાં ઉતર્યા, આકાશ સાફ હતું માટે તેમને આવનારા ખતરાનો અંદેશો પણ નહોતો. થોડે દૂર જતાં જ તેમનો સામનો એક ભયંકર તોફાન સાથે થયો, જેનાથી આ બંને મિત્રો પોતાના રસ્તો ભટકી ગયા. હોડી નબળી અને જૂની હોવાના કારણે તોફાનથી તેને ઘણું નુકસાન પહોંચ્યું. હોડીને ડૂબતી બચાવવા માટે તે બંને હોડીમાં રહેલો બધો સામાન ફેંકવા લાગ્યા પરંતુ તેઓ બિલકુલ નહોતા જાણતા કે આ મુસિબત હજુ વિકરાળ બનવાની હતી.

વર્માના જહાજની મદદ મળી

વર્માના જહાજની મદદ મળી

હોડી ખાલી કર્યા બાદ બંને સમુદ્રમાં કોઈ અન્ય જહાજની ઉમ્મીદમાં ઈશારા કરતા રહ્યા પરંતુ તેમને મદદ ન મળી શકી. આ દરમિયાન વર્માના એક જહાજની નજર તેમના પર પડી અને તેમને 260 લીટર ઈંધણ અને એક કમ્પાસ આપ્યો. બંનેને લાગ્યું કે હવે તેઓ આરામથી ઘરે પહોંચી જશે પરંતુ એવું ન થઈ શક્યું. અમૃત કુજૂર અને દિવ્યરંજને વધુ એક તોફાનનો સામનો કરવો પડ્યો જેમાં તેમનું ઈંધણ ખતમ થઈ ચૂક્યું હતું. હવે તેમની પાસે સમુદ્રમાં કમ્પાસ સિવાય બીજું કંઈ જ નહોતું.

ભૂખા પેટે મિત્રનું મોત

ભૂખા પેટે મિત્રનું મોત

દિવસો વિતવાની સાથોસાથ તેમને ભૂખ-તરસ પણ સતવવા લાગી, અમૃત કુજૂરે જણાવ્યું કે તેઓ પતાની તરસ મટાડવા માટે ટૂવાલથી પાણી ગાળીને પીતા હતા. આવી રીતે તેમની તરસ તો મટી જતી હતી પરંતુ ખાવા માટે તેમની પાસે કંઈ જ નહોતું. સતત ભૂખા-તરસ્યા હોવાના કારણે એક મિત્ર દિવ્યરંજન કમજોર પડી ગયો અને બીમાર પડવાના કારણે સમુદ્રમાં જ તેણે દમ તોડી દીધો. અમૃત કુજૂર હવે બિલકુલ એકલો થઈ ગયો હતો અને કોઈક રીતે ખુદને જીવતો રાખ્યો.

28 દિવસ બાદ કિનારો મળ્યો

28 દિવસ બાદ કિનારો મળ્યો

તેણે જણાવ્યું કે 28 દિવસ સમુદ્રમાં વહેતાં વહેતાં તેમનું જહાન ઓરિસ્સાના પુરી દરિયા કાંઠે પહોંચી ગયું. કૃષ્ણાપ્રસાદ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારી અભિમન્યુ નાયકે જણાવ્યું કે અમને સૂચના મળી છે કે દ્વીપ સમૂહ પાસે રહેતા બે મિત્ર અમૃત કુજૂર અને દિવ્યરંજન સમુદ્રમાં લાપતા થઈ ગયા છે. અમે તેમની તલાશ માટે રેસ્ક્યૂ ઓપરેશન પણ ચલાવ્યું પરંતુ તેમનો કોઈ પતો નહોતો લાગી શક્યો. શુક્રવારે અમને જાણકારી મળી કે લાપતા બંને શખ્સ ઓરિસ્સાના તટ પર મળી આવ્યા છે.

<strong>ઘનઘોર ઓક્ટોબરઃ ગુજરાતમાં પાંચ વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ</strong>ઘનઘોર ઓક્ટોબરઃ ગુજરાતમાં પાંચ વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ

English summary
two sailors lost their way in sea due to storm, 1 died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X