બે બહેનોએ એક સાથે ફાંસી લગાવી, કારણ તમને હેરાન કરી દેશે

ઉત્તરપ્રદેશના સંભાલ જિલ્લામાં કંપારી છોડાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ગુંનોર વિસ્તારમાં રવિવારે બે સગી બહેનોની લાશ ઝાડ પર લટકેલી મળી આવી.

ઉત્તરપ્રદેશના સંભાલ જિલ્લામાં કંપારી છોડાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ગુંનોર વિસ્તારમાં રવિવારે બે સગી બહેનોની લાશ ઝાડ પર લટકેલી મળી આવી. સૂચના પર પહોંચેલી પોલીસે લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. બંને બહેનોની લાશ આ હાલતમાં ઝાડ પર લટકેલી મળી આવવાને કારણે લોકોમાં ભયનો માહોલ છે. જયારે તેમના પરિવારની હાલત પણ ખરાબ છે.

આ પણ વાંચો: આઈઆઈટી મદ્રાસમાં પીએચડી સ્કૉલરે કરી આત્મહત્યા, 4 મહિનામાં બીજો કેસ

માતાની ફટકારથી નારાજ

માતાની ફટકારથી નારાજ

આખો મામલો ગુંનોર ચોકી ક્ષેત્રના ઢૂમના દીપપુર ગામનો છે. ગામ નિવાસી રામવીર સિંહ યાદવ પોતાની બે દીકરીઓ કવિતા (19) અને નાની દીકરી સીમા (18) સાથે રહેતા હતા. રામવીર કોઈ કાર્યક્રમમાં પોતાની પત્ની સાથે બહાર ગયા હતા. શનિવારે સાંજે તેઓ પાછા આવ્યા ત્યારે પશુઓને ચારો આપવામાં આવ્યો ના હતો. રામવીરે જણાવ્યું કે આ બાબતે તેની પત્નીએ દીકરીઓને ફટકાર લગાવી હતી. ત્યારપછી જ બંને દીકરીઓ ગાયબ હતી. આખી રાત તેમની શોધ કરવામાં આવી પરંતુ તેમનો ક્યાંય પતો લાગ્યો નહીં.

બંને બહેનોની લાશ મળી

બંને બહેનોની લાશ મળી

રવિવારે સવારે જયારે ગ્રામીણો ખેતરોમાં કામ કરવા માટે નીકળ્યા ત્યારે એક ખાલી પ્લોટમાં બંને છોકરીઓની લાશ ઝાડ પર લટકેલી મળી આવી. દીકરીઓની લાશ ઝાડ પર લટકેલી જોઈને પરિવારમાં કોહરામ મચી ગયો. ત્યારપછી પોલીસને તેની જાણકારી આપવામાં આવી. સૂચના મળતા જ એસપી યમુના પ્રસાદ અને સીઓ સહીત ચોકી પોલીસ જગ્યા પર પહોંચી ગઈ. બંને છોકરીઓની લાશને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે.

પોલીસ જાંચમાં જોડાઈ

પોલીસ જાંચમાં જોડાઈ

આ મામલે એસપી યમુના પ્રસાદે જણાવ્યું કે બે છોકરીની લાશ ઝાડ પર લટકેલી છે એવી જાણકારી મળી હતી. પરંતુ પોલીસના પહોંચતા પહેલા જ બંને લાશને નીચે ઉતારી લેવામાં આવી હતી. હાલમાં પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X