For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુટ્યુબરને ભૂત બનીને રસ્તા પર નીકળવુ પડ્યુ ભારે, બે યુવકોએ મારીને પોલિસને સોંપ્યો

લોકોને ડરાવવાના ઈરાદે મોડી રાતે રસ્તા પર નીકળવુ 'ભૂત'ને ભારે પડી ગયુ.

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ લોકોને ડરાવવાના ઈરાદે મોડી રાતે રસ્તા પર નીકળવુ 'ભૂત'ને ભારે પડી ગયુ. બે યુવકોએ 'ભૂત' બનેલા વ્યક્તિને પકડી લીધો જોરદાર ધોલાઈ કરી. એટલુ જ નહિ, બંને યુવકોએ 'ભૂત'ને પોલિસ સ્ટેશન પહોંચાડી દીધો. જો કે 'ભૂત' બનેલા વ્યક્તિને ફરીથી આવી ભૂલ ન કરવાની કડક ચેતવણી આપીને છોડી દીધો. હવે, આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ghost

આ મામલો વારાણસી જિલ્લાના ચિતઈપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના આઈટીઆઈ પાસેનો છે. હિંદુસ્તાનના સમાચાર મુજબ એક વ્યક્તિએ યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કરવા માટે 'ભૂત'નુ ગેટઅપ લીધુ અને 'ભૂત' બનીને આઈટીઆઈ કરોંદી પાસે રસ્તા પર ઉભો રહીને લોકોને ડરાવવાનુ શરૂ કરી દીધુ. મોટા વાળ અને સફેદ કપડા જોઈને લોકો ખરેખર ડરી જતા હતા. તેમનો ડર અને આખુ દ્રશ્ય કેમેરામાં રેકૉર્ડ થઈ રહ્યુ હતુ.

આ દરમિયાન આઈટીઆઈ કરોંદાથી બે યુવક બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે તેમની સામે આ 'ભૂત' બનેલા વ્યક્તિ અચાનક સામે આવી ગયો. તેને જોઈને પહેલા તો બંને યુવક ડરી ગયા પરંતુ મામલો સમજમાં આવતા જ તેમણે 'ભૂત'ની પિટાઈ શરૂ કરી દીધી. યુવકોએ કહ્યુ કે રાતના સમયમાં અચાનક આ રીતે સામે આવીને તેમની સાથે દુર્ઘટના થઈ શકતી હતી. બંને યુવકોની સૂચના પર પહોંચેલી પોલિસે 'ભૂત' બનેલા વ્યક્તિને પકડી લીધો. જો કે બાદમાં ચેતવણી આપીને તેને છોડી દીધો હતો.

પોલિસે જણાવ્યુ કે બંને પક્ષોમાં સમજૂતી થઈ ગઈ હતી ત્યારબાદ તેમને છોડવામાં આવ્યા. સમાચાર મુજબ ભૂત બનવા માટે આ વ્યક્તિએ છોકરીઓની વિગ અને સફેદ કપડા પહેર્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે યુવકે પોતાના બે દોસ્તો સાથે મળીને પોતાની યુટ્યુબ ચેનલ બનાવી છે. ત્રણે અલગ-અલગ રીતે વીડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરે છે.

English summary
Two young men beat fake ghosts on road in Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X