ઉદ્ધવ ઠાકરેએ ભાજપને તતડાવ્યું

એનડીએ સાથે જેડીયુ સાથે છેડો ફાડ્યાં બાદ શિવ સેનાએ ગઠબંધનનાં અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠાવ્યાં છે. શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અડવાણીની તે સલાહ પર ટીકા કરી છે જેમાં અડવાણીએ અન્ય દળોને એનડીએમાં જોડવાની સલાહ આપી હતી.
ઉદ્ધવે શિવ સેનાનાં મુખપત્ર 'સામના'માં લખ્યું છે કે ભાજપનાં વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ સલાહ આપી છે કે નવા મિત્રોને ઉમેરો. શું આ કોઈ પાક છે કે બીજ વાવ્યા અને દર વર્ષે ઉગતા રહે? મિત્ર કોઈ વૃક્ષની જેવા હોય છે જેની સારસંભાળ રાખવી પડે. જો છાંયડો અને ફળ આપનાર વૃક્ષોને જ તોડવામાં આવે તો નવા મિત્રો ક્યાંથી આવશે?
શિવસેનાએ કહ્યું છે છે કે શું ભાજપ પોતાનાં દમ પર ચૂંટણી લડી શકશે? નહીંતર રાષ્ટ્રીય સ્તર પર તેમના સાથીદાર કોણ છે તે જાહેર કરી દેવું જોઈએ.












Click it and Unblock the Notifications
