For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેના PAએ પોતાના જ બંગલા પર ચલાવડાવ્યું JCB, બીજેપીએ લગાવ્યો હતો ગેરકાયદે બાંધકામનો આરોપ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત મદદનીશ મિલિંદ નાર્વેકર પર ભાજપ દ્વારા ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ તેમની સામે વિવિધ એજન્સીઓમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત મદદનીશ મિલિંદ નાર્વેકર પર ભાજપ દ્વારા ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ તેમની સામે વિવિધ એજન્સીઓમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે નાર્વેકરે રત્નાગિરી જિલ્લાના દપોલી તાલુકામાં મુરુડના બીચ પર બંગલો બનાવ્યો છે. જેના માટે ન તો પરવાનગી લેવામાં આવી કે ન તો નિયમોનું પાલન કરવામાં આવ્યું. મામલો ગરમાતો જોઈને પીએ નાર્વેકરે પોતે બંગલો તોડી પાડ્યો હતો.

Uddhav Thackeray

શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નાર્વેકરને આશંકા હતી કે અધિકારીઓ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવી સ્થિતિમાં તેમણે પોતે બંગલો તોડી પાડ્યો હતો. તે સમુદ્રની સામે જ 2,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો હતો. કેટલાક લોકો માને છે કે નાર્વેકરે આ પગલું વિવાદ ટાળવા માટે લીધું છે, જેથી વિવાદનો અહીં અંત આવી શકે. આનો શ્રેય લેતા સોમૈયાએ રવિવારે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં બંગલાને તોડી પાડવામાં આવી રહ્યો છે. તેમણે લખ્યું હતું કે હું જાતે જ સ્થળ પર બંગલાનો કાટમાળ જોવા જઈશ અને નાર્વેકર સામે કાર્યવાહીની માંગ કરીશ.

આ પહેલી વાર નથી જ્યારે કિરીટ સોમૈયાએ શિવસેના સાથે જોડાયેલા નેતાઓ સામે મોરચો ખોલ્યો હોય. અગાઉ જૂન મહિનામાં તેમણે શિવસેનાના મંત્રી અનિલ પરબ સામે પર્યાવરણ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેમાં પરબ અને તેના સહયોગીઓ પર ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી.

કોર્ટ જવાની ચિમકી

કિરીટ સમૈયાના જણાવ્યા અનુસાર તે ઈચ્છે છે કે નાર્વેકર વિરુદ્ધ ગેરકાયદે બાંધકામ માટે કાર્યવાહી થવી જોઈએ. તેઓએ તેની સામે ઘણા વિભાગોમાં ફરિયાદો નોંધાવી છે, પરંતુ જો તેમ ન થાય તો તે કોર્ટમાં જશે.

English summary
Uddhav Thackeray's PA runs JCB at his own bungalow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X