For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પીએમ ઇન વેઇટિંગ' બન્યા બાદ મોદી સાથે દોસ્તી કરવા માંગે છે અંગ્રેજો

|
Google Oneindia Gujarati News

લંડન, 19 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પ્રત્યે વિદેશીઓના વિચાર અને તેમની નીતિઓમાં ફેરફાર થવાનું શરૂ થઇ ગયું છે. પીએમ કેન્ડિડેટ બનતા જ તેમના પ્રત્યે બ્રિટેન અને અમેરિકાના વલણમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું છે.

જે દેશ ગુજરાત રમખાણોને લઇને મોદીની અવગણના કરી રહ્યા હતા હવે તેઓ તેમની સાથે મિત્રતા કરવા માગે છે. ખુગ બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરોને ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાથે મિત્રતા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યારે અમેરિકાના શ્રેષ્ઠ રાજનૈતિક કાર્લ એફ ઇંડરફર્થે ઓબામા સરકારને સલાહ આપી છે કે તેઓ પણ નરેન્દ્ર મોદી સાથે સંપર્ક કરવાનો રસ્તો શોધે, કારણ કે ભાજપાએ 2014ની ચૂંટણી માટે તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

એક સમાજાર પત્ર 'ઇસ્ટર્ન આઇ' સાથે થયેલી વાતચીત દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી કેમરોને મોદી સાથે મિત્રતાભર્યા સંબંધો વિકસિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસ અને તેમાં સામેલ પોતાના દેશના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા મોદી સાથે હવે નજીકના સંબંધો સ્થાપિત કરવા હવે ખૂબ જ જરૂરી છે.

ભારતની સાથે મિત્રતાના સંબંધો પર ભાર આપતા કેમરોને જણાવ્યું કે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેનાર બ્રિટેન આવવા પર ભારતીય પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના સહાયક વિદેશમંત્રી ઇંડરફર્થે જણાવ્યું કે પીએમ ઉમેદવાર જાહેર થયા બાદ મોદી હવે રાષ્ટ્રીય હસ્તી બની ગઇ છે. તેમની અનદેખી ભારતમાં અમેરિકન હિતો પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે.

English summary
Britain Prime Minister David Cameron has said that they favors closer engagement with Gujarat and its Chief Minister Narendra Modi to realize the country's wide ranging objectives in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X