કાશ્મીરની હાલત સુધરી છે: વિલિયમ હેગ

ભારત પ્રવાસ આવેલા બ્રિટેનના વિદેશમંત્રી વિલિયમ હેગે જણાવ્યું હતું કે 'હવે અમે અમારા નાગરિકોને જમ્મૂ અને કાશ્મીરનો પ્રવાસ ખેડવાનો ઇનકાર નથી કરી રહ્યા'
જમ્મૂ અને શ્રીનગર રાજમાર્ગ પર યાત્રા નહીં કરવાની સલાહ પણ પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટેને વર્ષ 1995માં પોતાના નાગરિકોને જમ્મૂ તથા કાશ્મીરની યાત્રા નહીં કરવાની સલાહ આપી હતી, આ સલાહને મંગળવારે પાછી ખેંચી લીધી છે.
આ મુદ્દે પ્રકાશ પાડતા હેગે જણાવ્યું હતું કે ' જમ્મૂ તથા કાશ્મીરની સ્થિતિમાં સુધારો થયો છે, તથ્યોનું પરિક્ષણ કર્યા બાદ જ આ પહેલા જારી કરાયેલ યાત્રા નહી કરવાની સલાહને પાછી ખેંચી લેવામાં આવી છે'












Click it and Unblock the Notifications
