દરેક મુસલમાન આતંકવાદી નથી હોતો: ઉમા ભારતી

ઉમા ભારતીએ આ અંગે જણાવ્યું કે આઝમ ખાન એ આપણા દેશના સૌથી મોટા રાજ્યના વરિષ્ઠમંત્રી છે તથા તેઓ અમેરિકાના મહત્વપૂર્ણ શિક્ષણ સંસ્થાન હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી મળેલા નિમંત્રણ પર અમેરિકા ગયા હતા.
તેમણે જણાવ્યું કે આઝમ ખાનનું અપમાન બધા ભારતીયોનું અપમાન છે. બધા જ રાજનૈતિક દળો માટે આ ઘટનાને ગૂઠબાજીની રાજનીતિ ઉપર ઉઠીને તેને દેશના આત્મસમ્માન સાથે જોડીને જોવું જોઇએ. તેમણે ભારત સરકારને આ સંબંધમાં યથાયોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
