For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મકાનમાં અનિયંત્રિત ટ્રક ઘુસ્યું, 1 પરિવારના 7 લોકોની દર્દનાક મૌત

યુપીના ચંદોલી જિલ્લામાં એક ઝડપી ટ્રક અનિયંત્રિત થઈને એક મકાનમાં ઘુસી ગયો. આ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ચુકી છે જયારે બે લોકો ગંભીર રૂપે ઘાયલ છે.

|
Google Oneindia Gujarati News

યુપીના ચંદોલી જિલ્લામાં એક ઝડપી ટ્રક અનિયંત્રિત થઈને એક મકાનમાં ઘુસી ગયો. આ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ચુકી છે જયારે બે લોકો ગંભીર રૂપે ઘાયલ છે. દુર્ઘટનાની સૂચના મળતા જ ડીએમ, એસપી ભારે પોલિસબલ સાથે જગ્યા પર પહોંચી ગયા. પોલીસે બધા જ શવોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. દુર્ઘટના પછી આખા વિસ્તારમાં તણાવ પેદા થયો છે. તણાવ જોતા આખા વિસ્તારમાં ભારે પોલીસબળ ગોઠવી દેવામાં આવ્યું છે.

accident

મળતી જાણકારી અનુસાર, આ દુર્ઘટના ચંદોલી વિસ્તારના ઇલિયા ચોકી ક્ષેત્રના માલહદ પુલીયામાં થયો છે. અહીં એક અનિયંત્રિત ટ્રક રસ્તાને કિનારે આવેલા એક મકાનમાં ઘુસી ગયું. આ દુર્ઘટનામાં મકાનમાં સુઈ રહેલા 7 લોકોની મૌત થઇ ગઈ. જાણકારી મળતા પોલીસ પણ ત્યાં પહોંચી ચુકી હતી.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની સ્કૂલ વેન-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 6 બાળકો સહિત સાતના મોત

ગ્રામીણો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે ટ્રક બિહાર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ખુબ જ ઝડપી હોવાને કારણે અનિયંત્રિત થઇ મકાનમાં ઘુસી ગયું. મરનારમાં ત્રણ બાળકો, એક પુરુષ અને બે મહિલાઓ શામિલ છે. દુર્ઘટના અને તણાવ વિશે માહિતી મળતા જ જિલ્લાધિકારી અને એસપી ત્યાં પહોંચી ગયા. ઘટના પછી એસપી ઘ્વારા ગ્રામીણો સામે જ ચાકીયા ચોકીઅધ્યક્ષ અને ઇલિયા ચોકીઅધ્યક્ષ બંનેને નિલંબિત કરી દેવામાં આવ્યા. જિલ્લાધિકારીએ મૃતકના પરિવારને 5 લાખની આર્થિક સહાયતા અને આવાસીય પટ્ટાની જાહેરાત કરી છે.

English summary
Uncontrolled truck hit home killed from a family in chandauli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X