For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાફિકમાં ગેરશિસ્ત : 25000 સુધીનો દંડ ભરવા, જેલની હવા ખાવા તૈયાર રહેજો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ડિસેમ્બર : ટ્રાફિક શિસ્તની બાબતમાં ભારતને સૌથી વધુ શિસ્તહીન દેશ ગણવામાં આવે છે. આ સ્થિતિને સુધારવા માટે કેન્દ્ર સરકાર ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહનચાલકો શિસ્ત જાળવે તે માટે ટ્રાફિકના નિયમો કડક બનાવવાની સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને આકરી સજા અને ભારે દંડ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સરકાર 10 લાખથી વધુ વસ્‍તીવાળા શહેરોમાં નિયમ તોડનારને પકડવા માટે સર્વિલન્‍સની પ્રણાલી આવશે. તેમાં નિયમોના ભંગ અંગે ઇમેઇલ મળવા પર સંબંધિત વ્‍યકિત દંડનું ઓનલાઇન ચુકવણુ કરી શકશે. જેને કારણે તે પોલીસની માથાકુટમાંથી બચી જશે. આ યોજનાના અમલ માટે દરેક પ્રકાના વાહનની સ્પીડ લિમિટ નક્કી કરકવામાં આવશે.

પ્રસ્‍તાવિત માર્ગ પરિવહન અને સુરક્ષા ખરડાને ટુક સમયમાં કેબીનેટ મંજુરી આપશે અને આ જ સત્રમાં તેને સંસદમાં રજુ કરાશે. પ્રસ્‍તાવિત ખરડામાં પ્રાદેશિક પરિવહન અધિકારીઓના હસ્‍તક્ષેપ અને દલાલોને હટાવવાની વ્‍યવસ્‍થા હેઠળ ઓટોમેટેડ ચાલક લાયસન્‍સ પરીક્ષા લાગુ કરવામાં આવશે. જેનાથી આરટીઓ કાર્યાલયમાં ધરખમ ફેરફાર થશે.

આ ઉપરાંત પાસપોર્ટ માટે જે પ્રકારે નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે તે જ રીતે ચાલક લાયસન્‍સ માટે ઓનલાઇન અરજી થઇ શકશે અને મેડીકલની સાથે જ વાહન ચલાવવાની પરીક્ષા માટે સ્‍વચાલીત પદ્ધતિથી સમયનો બચાવ થશે.

ટ્રાફિક નિયમના ઉલ્લંઘન માટે કેવા આકરા દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવશે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

વાહન ચલાવતા ફોન પર વાત કરવી

વાહન ચલાવતા ફોન પર વાત કરવી

જુની જોગવાઇ : હાલ રૂપિયા 100થી 300નો દંડ ચુકવવો પડે છે
નવી જોગવાઇ : સરકાર આ દંડને વધારીને 40 ગણો કરશે. પહેલી વખત આ ગુન્‍હામાં પકડાય જવાય તો રૂપિયા 4000 આપવા પડશે. બીજી વખત પકડાય જવાય તો 60 ગણો દંડ ભરવો પડશે. ત્રીજીવાર પકડાવ તો ૧રૂપિયા 10,000.નો દંડ ભરવો પડશે અને તમારૂ લાયસન્‍સ પણ એક મહિના માટે જપ્‍ત કરી લેવાશે.

લાયસંસ પનિશમેન્ટ પોઇન્ટ સિસ્ટમ

લાયસંસ પનિશમેન્ટ પોઇન્ટ સિસ્ટમ

વિકસિત દેશોની જેમ ભારત સરકાર પણ લાયસન્‍સ દંડ પોઇન્‍ટ પ્રણાલી લાગુ કરવા જઇ રહી છે. વાહન ચાલક પર અયોગ્‍યતાના 12 માર્ક ચડી જાય તો તેનુ લાયસન્‍સ એક વર્ષ માટે જપ્‍ત કરી લેવાશે.

અયોગ્યતા દંડ

અયોગ્યતા દંડ

જો કોઇ વાહન ચાલક નક્કી કરેલી સ્‍પીડથી 9 કિ.મી. પ્રતિ કલાકની સ્‍પીડથી વાહન ચલાવશે તો તેને એક અયોગ્‍યતા દંડ આપવામાં આવશે.

નિયમોનું ઉલ્લંઘન

નિયમોનું ઉલ્લંઘન

વાહન ચલાવતી વખતે સીટબેલ્‍ટ ન બાંધ્‍યો હોય તો હાલ રૂપિયા 100ના દંડને બદલે તેની પાસેથી રૂપિયા 5000 વસુલવામાં આવશે અને લાયસન્‍સ પર અયોગ્‍યતાના બે અંક ચડી જશે.

ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની પદ્ધતિ બદલાશે

ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની પદ્ધતિ બદલાશે

વાહન ચલાવવાનું પરીક્ષણ પણ ખાસ રીતે તૈયાર ડ્રાઇવીંગ રેન્‍જમાં લેવાશે. જયાં તમામ પ્રકારની અડચણો હશે અને ઇલેકટ્રોનીક સેન્‍સરો થકી વાહન ચાલકના દેખાવનો સ્‍કોર તત્‍કાલ મળી જશે. ખરડામાં એકીકૃત બાયોમેટ્રીક લાયસન્‍સ પ્રણાલી લાગુ કરવાનો પણ પ્રસ્‍તાવ છે કે જેથી એ નક્કી થઇ શકે કે, એક વ્‍યકિતને એક જ લાયસન્‍સ મળી શકે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન ટ્રાન્સફરની સુવિધા

ઓનલાઇન રજિસ્ટ્રેશન ટ્રાન્સફરની સુવિધા

સુચિત ખરડામાં પહેલી વખત કાર અને ટુ-વ્‍હીલર માટે પાંચ વર્ષ બાદ અનિવાર્ય ફીટનેસ પરીક્ષણ કરાવવાની પણ જોગવાઇ હશે અને તેને દેશભરમાં ગમે ત્‍યાં કરાવી શકાશે. વાહનને એક રાજયમાંથી બીજા રાજયમાં લઇ જવા માટે રજીસ્‍ટ્રેશન ટ્રાન્‍સફર પણ ઓનલાઇન થશે.

બાળકોની સુરક્ષાને મહત્વ

બાળકોની સુરક્ષાને મહત્વ

પ્રસ્‍તાવિત ખરડામાં પહેલી વખત બાળકોની સુરક્ષાની જોગવાઇ પણ લાગુ થશે અને વાહનમાં બાળક બેઠુ હોય તો વડીલોની જવાબદારી વધશે. એવામાં બાળક વાહનમાં બેઠુ હોય અને ખતરનાક ડ્રાઇવીંગ કરવામાં આવે તો વધુ દંડ થશે. જે હેઠળ 66 મહિના માટે લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવા, 15 દિવસની જેલ અને 15000ના દંડની જોગવાઇ છે. ખતરનાક ડ્રાઇવીંગને કારણે દુર્ઘટનાના સંજોગોમાં જો બાળકનું મોત થાય તો ચાલકને 7 વર્ષની જેલ થશે અને 7 લાખનો દંડ થશે.

વાહન નિર્માતાઓને પણ સાણસામાં લેવાશે

વાહન નિર્માતાઓને પણ સાણસામાં લેવાશે

પ્રસ્‍તાવિત ખરડામાં વાહન ઉત્‍પાદકોને પણ તપાસના દાયરામાં લેવાશે. જો કોઇ વાહન સુરક્ષાના માપદંડમાં ખરૂ ન ઉતરે તો એક ખાસ ઓથોરીટી તેને નહિ વેચવાનું ફરમાન કરી શકશે.

English summary
Undisciplined Indians; be ready for tough punishment and fines for breaking traffic rules.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X