For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેઘાલયના શિલોંગમાં બેરોજગાર રેલી હિંસક બની, વાહનોમાં તોડફોટ!

મેઘાલયની રાજધાની શિલોંગમાં બેરોજગારી મુદ્દે એક રેલી હિંસર ઈ હોવાના અહેવાલ છે. રેલી દરમિયાન હિંસક અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મેઘાલયની રાજધાની શિલોંગમાં બેરોજગારી મુદ્દે એક રેલી હિંસર ઈ હોવાના અહેવાલ છે. રેલી દરમિયાન હિંસક અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રેલી હિંસક થતા પ્રદર્શનકારીઓએ પોલીસ વાહન તેમજ અન્ય કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

Meghalaya

શિલોંગમાં ખાસી જૈનતિયા અને ગારો પીપલ ફેડરેશન દ્વારા બેરોજગારી પર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી મોટફ્રાનથી શરૂ થઈ હતી અને મેઘાલયના શિલોંગમાં લૈતુમખારા ખાતે ફાયર બ્રિગેડ ગ્રાઉન્ડ તરફ જઈ રહી હતી. અહેવાલો અનુસાર રેલીમાં સામેલ લોકોએ પસાર થતા લોકો પર હુમલો કર્યો હતો. જે બાદ સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. આ ઘટનાની ગંભીર નોંધ લેતા મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ આ કેસમાં દોષિતો સામે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

આ પહેલા શુક્રવારે રાજ્યના પૂર્વ ખાસી હિલ્સના શેલાના ઇચામતી ગામમાં KSU અને બિન-આદિવાસીઓ વચ્ચેની અથડામણમાં એક ખાસી યુવકનું મોત થયું હતું. રાજ્યમાં બે દિવસથી બનેલી હિંસક ઘટનાઓને અધિકાર સંગઠનોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. સિવિલ સોસાયટી વુમન્સ ઓર્ગેનાઈઝેશન (CSWO)ના પ્રમુખ એગ્નેસ ખરશિંગે શિલોંગ અને શેલામાં હિંસાની ઘટનાઓની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

English summary
Unemployed rally in Shillong, Meghalaya turned violent, vandalized vehicles!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X