For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવાનો બેરોજગાર રહેશે તો લગ્ન પણ નહિ થાય અને જનસંખ્યા પણ નહિ વધેઃ અખિલેશ

યુવાનો બેરોજગાર રહેશે તો લગ્ન પણ નહિ થાય અને જનસંખ્યા પણ નહિ વધેઃ અખિલેશ

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા છે. અખિલેશ ઉત્તર પ્રદેશના શિકોહાબાદમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે અનુચ્છેદ 370થી લઈ જનસંખ્યા નિયંત્રણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકાર પર કેટલાય સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે સારી રીત કાઢી છે. ભાજપની સરકાર નૌજવાનોને નોકરી નથી આપી રહી. એવામાં બેરોજગાર યુવાનોના લગ્ન નહિ થઈ શકે અને આપોઆપ જનસંખ્યા કન્ટ્રોલ થઈ જશે.

બેરોજગારીને કારણે લગ્ન નહિ થાય

બેરોજગારીને કારણે લગ્ન નહિ થાય

આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે સરકારે અનુચ્છેદ 370 હટાવી દીધો છે પરંતુ કોઈપણ હાલાતમાં પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર કબ્જો ન કરી શકે, કેમ કે કોઈના ચંગુલમાં ફસાયેલ જમીનને કોઈપણ હાલાતમાં પાછી ન લઈ શકાય. અખિલેશ યાદવે કેન્દ્ર સરકારના પીઓકે પર આપેલ પાછલા નિવેદનો પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે દેશને બર્બાદ કરી દીધો છે. આ સરકાર 110 કરોડ લોકો માટે કામ નથી કરી રહી બલકે 20 કરોડ લોકો માટે કામ કરી રહી છે.

ચિદમ્બરમના મામલે શું કહ્યું?

ચિદમ્બરમના મામલે શું કહ્યું?

ચિદમ્બરમના મામલે અખિલેશ યાદવે કહ્યું કે જો કોઈ સરકાર પાછળ પડી જાય તો કાગળની લડાઈ તો લડવી પડશે. સરકાર પાસે બધી તાકાત છે, પોલી, સેના અને અન્ય વિભાગ બધું સરકાર પાસે છે. એવામાં સરકારથી લડવા માટે કાગળ પર મજબૂત થવું પડશે. આર્ટિકલ 370 હટાવવા પર અખિલેશ યાદવે કહ્યું કે લોકતંત્રમાં લોકોની વાત સાંભળવી જોઈએ. કાલે તમારી સાથે થઈ જાય તો શું થશે? આ આપણી ફેડરલ સિસ્ટમ છે, જ્યાં પ્રદેશોના પોતાના હક છે. કાલે યૂપીમાં કંઈક થઈ જાય તો તમે શું કરી લો?

યુવાનોને નોકરી આપવી જોઈએ

યુવાનોને નોકરી આપવી જોઈએ

જ્યારે અખિલેશને પૂછવામાં આવ્યું કે જનસંખ્યાને લઈ સરકાર કાનૂન બનાવવાનું વિચારી રહી છે તેમાં તમારું શું કહેવું છે, જેના પર અખિલેશ યાદવે કહ્યું કે મને જાણકારી નથી કે ભારતીય જનતા પાર્ટીના લોકો શું ઈચ્છે છે. તેમણે યુવાનોને નોકરી આપવી જોઈએ, કેમ કે નોકરી નહિ મળે તો બેરોજગાર યુવાઓના લગ્ન નહિ થઈ શકે. એવામાં આપોઆપ જનસંખ્યા નિયંત્રિત થઈ જશે. ભાજપે જનસંખ્યા નિયંત્રણને લઈ સારી રીત કાઢી છે.

<strong>370નો ફેસલો બન્યો બ્રહ્મસ્ત્ર, ભાજપની સદસ્યતા અભિયાનને જબરદસ્ત સફળતા</strong>370નો ફેસલો બન્યો બ્રહ્મસ્ત્ર, ભાજપની સદસ્યતા અભિયાનને જબરદસ્ત સફળતા

English summary
unemployment will affect population says akhilesh yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X