UNION BUDGET 2020-21
Highlights
Budget 2020: જાણો બજેટમાં કોને શું મળ્યું? ખેડૂતો પર ફોકસ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે સંસદમાં દેશનું પહેલું બજેટ રજૂ કરશે. આ બજેટને એટલા માટે પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કેમ કે અર્થવ્યવસ્થાને લઈ સતત ઉઠી રહેલા વિપક્ષના આરોપો અને લોકોની ચિંતા વચ્ચે મોદી સરકાર સ્પષ્ટ કરશે કે આર્થિક સુસ્તીને લઈ તેઓ કેટલા ગંભીર છે અને તેને લઈ તેમની પાસે શું યોજના છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ બજેટમાં મધ્ય વર્ગને લઈ કેટલાક મોટા એલાન કરી શકે છે. સંસદથી દેશના બજેટની પળેપળની લાઈવ અપડેટ વાંચો...

Budget 2020

5:50 PM
Feb 1, 2020
બજેટ અંગે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને કહ્યું કે, કર ચોરી કરનારા મોટા ઉદ્યોગપતિઓને મોટી રાહત મળી છે, હવે તેમને દંડ અને વ્યાજ ચૂકવવું નહીં પડે. આટલા લાંબા ભાષણ દરમિયાન બેકારી અને મોંઘવારી જેવા શબ્દ સંભળાયા ન હતા.
5:47 PM
Feb 1, 2020
બજેટમાં ટેક્સ પ્રપોઝલ
5:46 PM
Feb 1, 2020
ખેડૂતોને તેમના ઉત્પાદનોનું બરાબર માર્કેટિંગ કરવા અને પરિવહન કરવા માટે - કિસાન રેલ અને કૃષિ ઉડાન દ્વારા નવી વ્યવસ્થા કરવામાં આવશે: મોદી
5:34 PM
Feb 1, 2020
આજના બજેટમાં ઘણા નવા પગલાની ઘોષણા કરવામાં આવી છે, આ બજેટમાં કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, નિકાસ વધારવા માટે નવી જાહેરાત કરવામાં આવી છે અને માળખાગત સુવિધા માટે બે લાખ કરોડ રૂપિયાનું રોજગાર વધશે: નરેન્દ્ર મોદી
5:31 PM
Feb 1, 2020
એક નજરમાં બજેટ
5:29 PM
Feb 1, 2020
આજનું બજેટ એકદમ બેલેન્સ બજેટ છે આ બજેટમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ટેક્સમાં વિવિધ રીતે છૂટ આપવામાં આવી છે: પિયુષ ગોયલ
5:28 PM
Feb 1, 2020
બજેટમાં જોબ પેદા કરવા માટે કંઈ નથી. આ બજેટમાં નોકરી પેદા કરતા ત્રણ ઉદ્યોગો ખાણકામ, બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રે કંઈ નથી: ચિદંબરમ
5:27 PM
Feb 1, 2020
સરકારી નોકરી માટે આજે યુવાનોએ ઘણી જુદી જુદી પરીક્ષાઓ આપવી પડે છે. આ સિસ્ટમમાં પરિવર્તન લાવીને હવે નિમણૂકો રાષ્ટ્રીય ભરતી એજન્સી દ્વારા લેવામાં આવેલી ઓનલાઇન સામાન્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે: નરેન્દ્ર મોદી
5:19 PM
Feb 1, 2020
આ તમારું 2020-21 માટેનું બજેટ છે. તમે આવા બજેટ માટે પૂછ્યું ન હતું અને આવા બજેટ માટે તમે ભાજપને મત આપ્યો ન હતો: પી.ચિદમ્બરમ
4:20 PM
Feb 1, 2020
ઈતિહાસમાં સૌથી લાંબુ ભાષણ પરંતુ તેમાં કંઈ પણ નથી, ખોખલુ હતુઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે જે મોટી સમસ્યા છે તે બેરોજગારીની છે પરંતુ મને બજેટમાં એવુ કંઈ દેખાયુ નહિ જે યુવાનોને રોજગાર અપાવવામાં મદદ કરે. મે બજેટમાં ટેકનિકલ વસ્તુઓ જોઈ પરંતુ આનો મુખ્ય ભાવ કંઈ પણ નહોતો. આ બજેટ સરકારને વધુ સારી રીતે પરિભાષિત કરે છે.
4:18 PM
Feb 1, 2020
બજેટ 2020
બજેટના મહત્વના પોઈન્ટ
4:17 PM
Feb 1, 2020
બજેટ 2020
અમે લોકોના હાથમાં રૂપિયા રાખવા માંગીએ છીએ, ખાસ કરીને મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ, અમે આવકવેરા પ્રક્રિયાને સહેલી બનાવવા માંગીએ છીએઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
4:16 PM
Feb 1, 2020
બજેટ 2020
આ ઘણું પ્રગતિશીલ બજેટ છે, દેશ સમક્ષ જે પડકારો હતા તે પડકારોને સમજીને આગલા દશકાનો એક પ્રકારે રોડ મેપ આ બજેટમાં આપવામા આવ્યો છેઃ દેવેન્દ્ર ફડણવીસ
4:15 PM
Feb 1, 2020
બજેટમાં કયા કયા બિંદુઓ પર રહ્યું વિશેષ ધ્યાન
4:06 PM
Feb 1, 2020
નિર્મલા સીતારમણે આજે જે બજેટ રજૂ કર્યું હતું તેના માટે હું તેમને અને પીએમ મોદીને ખુબ ખુબ ધન્યવાદ આપું છુંઃ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ
4:06 PM
Feb 1, 2020
બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ શું કહેવામાં આવ્યું.
3:51 PM
Feb 1, 2020
બજેટ 2020
આ બજેટથી ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનો પણ મોદી સરકારનો સંકલ્પ આગળ વધશેઃ ગૃહમંત્રી અમિત શાહ
3:50 PM
Feb 1, 2020
અમિત શાહનું નિવેદન
બજેટમાં મોદી સરકારે ટેક્સ પ્રણાલીને તર્કસંગત બનાવી બુનિયાદી માળખાને ઉત્તેજન આપવા, રોકાણકારોને ઉત્તેજન આપવા અને વેપારમાં આસાની માટે પ્રભાવી પગલા ઉઠાવ્યાં છેઃઅમિત શાહ
3:38 PM
Feb 1, 2020
બજેટ 2020
2024 સુધીમાં સરકાર નવા 100 એરપોર્ટ વિકસિત કરશે
3:19 PM
Feb 1, 2020
બજેટ 2020
બજેટે દેશના ખેડૂતો અને નૌજવાનોને નિરાશ કર્યા છેઃ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ
3:03 PM
Feb 1, 2020
નવા હથિયારોની ખરીદી અને હથિયાર પ્રણાલીના આધુનિકીકરણ માટે સુરક્ષા બળોને 1,10734 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી.
2:51 PM
Feb 1, 2020
સસ્તી આવાસ લોન પર વધુ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટને એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે. આ છૂટને સરકારે માર્ચ 2021 સુધી માટે વધારી છે.
2:46 PM
Feb 1, 2020
આ બજેટથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશેઃ સીએમ યોગી આદિત્યનાથ
2:42 PM
Feb 1, 2020
આ વિકાસોન્મુખી અને ખેડૂતોના હિતવાળા બજેટ માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવુ છુઃ સીએમ યોગી આદિત્યનાથ
2:35 PM
Feb 1, 2020
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ટ્વિટ કરીને કહ્યુ કે નાણામંત્રીએ અઢી કલાકના ભાષણમાં દિલ્લી માટે કંઈ ન કહ્યુ.
2:34 PM
Feb 1, 2020
બજેટમાં ટેક્સ સ્લેબમાં ઘોષણા સાથે જ શેર બજારમાં નિરાશા જોવા મળી, સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ ગગડ્યો.
2:32 PM
Feb 1, 2020
Budget 2020: નિર્મલા સીતારમણે વાંચ્યુ અત્યાર સુધીનુ સૌથી લાંબુ ભાષણ, તબિયત ખરાબ હોવાના કારણે આપી નાની સ્પીચ
2:23 PM
Feb 1, 2020
બજેટ 2020-21 પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ - ઈતિહાસમાં સૌથી લાંબુ બજેટ હતુ પરંતુ તેમાં કઈ નહોતુ, ખોખલુ હતુ.
2:22 PM
Feb 1, 2020
સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, મને બજેટમાં એવી કોઈ યોજના ન દેખાઈ જેનાથી યુવાનોને નોકરી મળવામાં મદદ મળેઃ રાહુલ ગાંધી
2:21 PM
Feb 1, 2020
તેમણે દેશને એ પણ જણાવવુ જોઈતુ હતુ કે જો તમે કેન્દ્ર અને રાજ્યની ખાધ ઉમેરો તો આ 8%થી વધુ છે જે દેશ માટે ચિંતાની સ્થિતિ છેઃ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ

આ પણ વાંચોઃ આર્થિક સર્વે સંસદમાં રજૂ કરાયો, 2020-21માં 6 થી 6.5% જીડીપીનુ અનુમાન

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X