મનમોહન કેબિનેટે લોકપાલ બિલમાં સુધારાની મંજૂર આપી

અત્રે ઉલ્લેખનીય છે કે લોકપાલ બિલને લોકસભામાં પાસ કરાવી લેવાયું છે, પરંતુ રાજ્યસભામાં બિલ હજુ પણ લટકેલું છે. ત્યારબાદ બિલ સિલેક્ટ કમિટીની સોંપી દિધું હતું. સિલેક્ટ કમિટીએ પોતાનો રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કર્યો છે.
હવે કેબિનેટમાં ચર્ચા બાદ બિલ રાજ્યસભામાં ફરીથી રજૂ કરવામાં આવશે અને તે મંજૂર થયા પછી તેને એકવાર લોકસભામાં રજૂ કરવામાં આવશે માટે બિલમાં જે ફેરફાર કરવામાં આવ્યાં છે તેના પર લોકસભાની મોહર લગાવવામાં આવી શકે.
કોંગ્રેસે વિશ્વાસ અપાવ્યો છે કે લોકપાલ બિલની રાહ ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સમાજસેવી અણ્ણા હજારેને પત્ર લખીને કહ્યું હતું કે સરકાર બજેટ સત્રમાં બિલ લાવશે. જો કે આ મુદ્દે સરકાર પર ગુમરાહ કરવાનો આરોપ લગાવતાં ભષ્ટ્રાચાર વિરૂદ્ધ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં બુધવારથી નવેસરથી બ્યૂગલ ફૂક્યું છે.












Click it and Unblock the Notifications
