કેન્દ્રિય મંત્રી રાજીવ પ્રતાપ રૂડી થઇ શકે છે કેબિનેટની બહાર

Written By:
Subscribe to Oneindia News

નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં જ મોટું પરિવર્તન થાય એવી શક્યતા છે. આ પરિવર્તનમાં કેન્દ્રિય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીની ખુરશી સંકટમાં દેખાઇ રહી છે. સૂત્રો અનુસાર, રાજીવ પ્રતાપ રૂડીને કેબિનેટની બહાર કરવામાં આવે એવી શક્યતા છે. તેમને સંગઠનમાં કામ આપવામાં આવશે.

rajiv pratap rudy

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થયેલી તેમની મુલાકાત બાદ આ શક્યતા વધી ગઇ છે અને સૂત્રો અનુસાર, રાજીવ પ્રતાપ રૂડીને મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવે એવી પૂરી સંભાવના છે. ભાજપ રાજીવ પ્રતાપ રૂડીની કેબિનેટની કામગીરીથી સંતુષ્ટ નથી. આથી જ માનવામાં આવી રહ્યું છે કે, તેમને મંત્રીમંડળમાંથી બાહર કાઢી કોઇ અન્ય જવાબદારી સોંપવામાં આવશે.

English summary
Union Minister Rajiv Pratap Rudy likely to be dropped from the cabinet, says sources.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.